આ હોસ્પિટલમાં કોરોનાનું તાંડવ, સ્ટાફના અનેક સભ્યો પોઝિટિવ, સર્જનનું મોત
કોરોના વાયરસ સંક્રમિત દર્દીઓની સારવારમાં લાગેલા ડોક્ટરો અને અન્ય મેડિકલ સ્ટાફના સંક્રમિત થવા અને જીવ ગુમાવ્યાના સમાચાર સતત આવતા રહે છે. દેશના મોટાભાગે દરેક શહેરમાં ફ્રન્ટ લાઈન વર્કર્સના મોત થયા છે.
નવી દિલ્હી: કોરોના વાયરસ સંક્રમિત દર્દીઓની સારવારમાં લાગેલા ડોક્ટરો અને અન્ય મેડિકલ સ્ટાફના સંક્રમિત થવા અને જીવ ગુમાવ્યાના સમાચાર સતત આવતા રહે છે. દેશના મોટાભાગે દરેક શહેરમાં ફ્રન્ટ લાઈન વર્કર્સના મોત થયા છે. કોરોના વાયરસની બીજી લહેરમાં તો આ સ્થિતિ વધુ બગડી છે. અનેક હોસ્પિટલોમાં સ્ટાફના અનેક સભ્યો એક સાથે પોઝિટિવ આવ્યા છે. દિલ્હીના મધુબન ચોકમાં આવેલી સરોજ હોસ્પિટલમાં પણ મોટી સંખ્યામાં લોકો સંક્રમિત થયા છે.
સર્જનનું મોત થયું
છેલ્લા દોઢ મહિનાથી સરોજ હોસ્પિટલના 80 લોકો કોરોના સંક્રમિત થઈ ચૂક્યા છે. જેમાં હોસ્પિટલના ડોક્ટરો, સ્ટાફ અને તેમના પરિવારના સભ્યો સામેલ છે. આ લોકોમાંથી અનેક લોકો સાજા થયા છે જ્યારે કેટલાકે હોસ્પિટલમાં દાખલ થવાનો વારો આવ્યો છે. ભરતી થયેલા મોટાભાગની હાલત ઠીક છે જો કે 2 દિવસ પહેલા જ હોસ્પિટલે પોતાના એક વરિષ્ઠ ડોક્ટરને કોરોના સંક્રમણના કારણે ગુમાવ્યા. હોસ્પિટલમાં સર્જન તરીકે 27 વર્ષથી સેવા આપતા ડો.એ કે રાવતનું કોવિડ-19ના કારણે નિધન થયું. ડો.રાવતને કોરોનાના બંને ડોઝ મળ્યા હતા અને તેમને અન્ય કોઈ બીમારી પણ નહતીં.
હોસ્પિટલો પર વધી રહ્યો છે બોજ
આ અગાઉ દિલ્હીના એમ્સ, સફદરજંગ હોસ્પિટલ, સહિત અનેક ખાનગી અને સરકારી હોસ્પિટલોમાં મોટી સંખ્યામાં ડોક્ટરો અને પેરા મેડિકલ સ્ટાફ કોરોના સંક્રમિત થઈ ચૂક્યા છે. જેમાંથી કેટલાક પોતાના જીવ ગુમાવ્યા છે. કોરોના સંક્રમિત દર્દીઓની વધતી સંખ્યા અને મેડિકલ સ્ટાફના અનેક સભ્યો સંક્રમિત થવાના કારણે હોસ્પિટલો ભારે દબાણમાં છે. અનેક હોસ્પિટલોમાં સ્ટાફની કમી મોટી સમસ્યા બની ગઈ છે.
માત્ર 10 રૂપિયા માટે પતિએ પત્નીને લાકડીથી માર મારી અધમૂઈ કરી, બાળકો પાસે બનાવડાવ્યો Video
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube