દિલ્હીની નગર નિગમ પ્રાથમિક બાલિકા વિદ્યાલય, મોડલ બસ્તી કરોલબાગથી એવો હચમચાવી નાખનારો બનાવ સામે આવ્યો જેને લઈને સમગ્ર દેશમાં ચકચાર મચી છે. દિલ્હીમાં એક શિક્ષિકાએ 5માં ધોરણની વિદ્યાર્થીની પર પહેલા તો કાતરથી હુમલો કર્યો અને ત્યારબાદ તેને શાળાના પહેલા માળેથી ફેંકી દીધી. પોલીસે જણાવ્યું કે આરોપી શિક્ષિકાની અટકાયત કરી  લેવાઈ છે. આ સાથે જ અધિકારીઓએ જાણકારી આપતા જણાવ્યું કે પોલીસે ઘટનાસ્થળે પહોંચીને સ્થિતિ કાબૂમાં લઈ લીધી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આરોપી શિક્ષિકાની ઓળખ ગીતા દેશવાલ તરીકે થઈ છે. શિક્ષિકાએ પહેલા તો એક નાની કાતરથી વિદ્યાર્થીની પર હુમલો કર્યો અને ત્યારબાદ તેને પહેલા માળેથી ફેંકી દીધી. ઘાયલ વિદ્યાર્થીનીની સારવાર હિન્દુ રાવ હોસ્પિટલમાં ચાલુ છે. વિદ્યાર્થી હવે આઉટ ઓફ ડેન્જર હોવાનું કહેવાય છે. ડેપ્યુટી પોલીસ કમિશનર શ્વેતા ચૌહાણે કહ્યું કે પ્રત્યક્ષદર્શીઓના નિવેદનના આધારે ઈન્ડિયન પીનલ કોડની કલમ 307 હેઠળ હત્યાના પ્રયત્નનો મામલો નોંધવામાં આવ્યો છે. 


શિક્ષિકા પર મોટી કાર્યવાહી
તેમણે કહ્યું કે આરોપી શિક્ષિકાની અટકાયત કરાઈ છે. દિલ્હી નગર નિગમ (MCD) ના એક અધિકારીએ કહ્યું કે તત્કાળ પ્રભાવથી આરોપી શિક્ષિકાને સસ્પેન્ડ કરાઈ છે અને આગળ વધુ તપાસ થઈ રહી છે. ઘાયલ વિદ્યાર્થીની હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. સીટી સ્કેન સહિત તમામ જરૂરી ટેસ્ટ કરવામાં આવ્યા છે. તમામ ટેસ્ટ, સ્કેન રિપોર્ટ નોર્મલ છે અને વિદ્યાર્થની હાલ સુરક્ષિત અને સ્થિર છે તથા સારી પ્રતિક્રિયા આપી રહી છે. વિદ્યાર્થીનીને સારી સારવાર માટે સફદરજંગ હોસ્પિટલ રેફર કરાઈ છે. 


આ વીડિયો પણ ખાસ જુઓ...


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube