કાર જોડે ફસાયેલી યુવતી, યુ ટર્ન લેતી કાર...દિલ્હીની હિચકારી ઘટનાનો CCTV Video સામે આવ્યો
દેશની રાજધાની દિલ્હીમાં નવા વર્ષની ઉજવણી વચ્ચ એક યુવતીને કારથી ઢસડીને મોત નિપજાવવાના મામલે નવું સીસીટીવી ફૂટેજ સામે આવ્યું છે. આ વીડિયોમાં યુવતી બલેનો કાર નીચે ફસાયેલી જોવા મળી રહી છે અને કાર ચાલક તેને ઢસડતા યુટર્ન લઈ રહ્યો છે. આ વીડિયો સામે આવ્યા બાદ પોલીસે એફઆઈઆરમાં culpable homicide ની કલમ પણ જોડી દીધી છે.
દેશની રાજધાની દિલ્હીમાં નવા વર્ષની ઉજવણી વચ્ચ એક યુવતીને કારથી ઢસડીને મોત નિપજાવવાના મામલે નવું સીસીટીવી ફૂટેજ સામે આવ્યું છે. આ વીડિયોમાં યુવતી બલેનો કાર નીચે ફસાયેલી જોવા મળી રહી છે અને કાર ચાલક તેને ઢસડતા યુટર્ન લઈ રહ્યો છે. આ વીડિયો સામે આવ્યા બાદ પોલીસે એફઆઈઆરમાં culpable homicide ની કલમ પણ જોડી દીધી છે.
આ બધા વચ્ચે કંઝાવલા વિસ્તારમાં જે બલેનો ગાડીએ વારદાતને અંજામ આપ્યો તેનું વધુ એક સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યું છે. સીસીટીવી એક જાન્યુઆરીની વહેલી સવારે 3.34 વાગ્યાનું છે. કંઝાવલાના લાડપુર ગામથી થોડે આગળ ગાડી યુટર્ન લઈને પાછી તોસી ગામ તરફ જતી જોવા મળી રહી છે. જ્યાં યુવતીનો મૃતદેહ મળી આવ્યો છે.
યુવતી ઘરે આવી રહી હતી
પ્રાથમિક તપાસમાં જે માહિતી સામે આવી છે તે મુજબ 23 વર્ષની આ યુવતી લગ્ન અને અન્ય સમારોહમાં પાર્ટટાઈમ કામકાજ કરતી હતી. તે શનિવાર-રવિવારની રાતે આવા જ કોઈ કાર્યક્રમમાં કામ કરીને પાછી ફરી રહી હતી. સ્કૂટીથી ઘરે જતી હતી ત્યારે જ પાંચ આરોપી યુવકો પણ કારમાં સવાર થઈને તે જ રસ્તે જઈ રહ્યા હતા. રિપોર્ટ્સ મુજબ સ્કૂટીનો અકસ્માત થયો અને યુવતી કારની નીચે ફસાઈ ગઈ હતી. આ પછી યુવકો ભાગવા લાગ્યા. યુવતી લગભગ અનેક કિલોમીટર સુધી ઢસડાઈ અને તડપતી હાલતમાં ત્યાં પડી રહી. યુવતીના કપડાં ફાટી ગયા. પોલીસ પહોંચી ત્યાં સુધીમાં તો તેનું મોત નિપજ્યું. રિપોર્ટ્સ મુજબ યુવતીનો મૃતદેહ લોહીથી લથપથ હતો. ઢસડાવવાના કારણે મૃતદેહ ક્ષત વિક્ષત થઈ ગયો હતો.
મોદી કેબિનેટમાં ફેરબદલીની અટકળો વચ્ચે ગુજરાતમાં અજંપાભરી સ્થિતિ!, કદ વધશે કે પછી...
નોટબંધી પર કેન્દ્ર સરકારનો નિર્ણય યોગ્ય, સુપ્રીમ કોર્ટે મોદી સરકારને આપી રાહત
Delhi: કાર સવાર યુવકો યુવતીને 8KM સુધી ઢસડી ગયા, દર્દનાક મોત, 5 આરોપીની ધરપકડ
પ્રત્યક્ષદર્શીએ આપ્યું આ નિવેદન
આ ઘટના અંગે અનેક પ્રત્યક્ષદર્શી પણ સામે આવ્યા છે અને આ બર્બરતાની કહાની રજૂ કરી છે. એક પ્રત્યક્ષદર્શીની માતાએ જણાવ્યું કે તેમના પુત્રને સુલ્તાનપુરીમાં પૂછપરછ માટે બોલાવવામાં આવ્યો છે. કારણ કે તેમના પુત્રએ યુવતીને ઢસડાતા જોઈ હતી. તેણે આ વાતની જાણકારી એક પોલીસકર્મીને આપી હતી. પરંતુ પોલીસકર્મીએ વાત અવગણી હતી.
વારદાતના એક અન્ય પ્રત્યક્ષદર્શીએ પણ દાવો પણ કર્યો છે કે કાર યુવતીને ઢસડતી લઈ ગઈ તે તેણે જોઈ કારણ કે તે કાર તેમની દુકાન સામેથી નીકળી હતી. પ્રત્યક્ષદર્શીએ એ વાતનો પણ ખુલાસો કર્યો કે કારની સ્પીડ 25-30 કિલોમીટરની આસપાસ હતી અને મ્યૂઝિકનો કોઈ અવાજ આવતો નહતો.
આ વીડિયો જુઓ...
Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube