Delhi Unlock: દિલ્હીમાં 31 મેથી શરૂ થશે અનલોકની પ્રક્રિયા, જાણો શું-શું ખુલશે
દેશની રાજધાની દિલ્હી (Delhi) માં કોરોના વાયરસની બીજી લહેર હવે નબળી પડવા લાગી છે અને નવા કેસમાં સતત ઘટાડો થઈ રહ્યો છે. જેને જોતા હવે દિલ્હી સરકારે ધીરે ધીરે લોકડાઉન (Lockdown) ખતમ કરવાનું નક્કી કર્યું છે.
નવી દિલ્હી: દેશની રાજધાની દિલ્હી (Delhi) માં કોરોના વાયરસની બીજી લહેર હવે નબળી પડવા લાગી છે અને નવા કેસમાં સતત ઘટાડો થઈ રહ્યો છે. જેને જોતા હવે દિલ્હી સરકારે ધીરે ધીરે લોકડાઉન (Lockdown) ખતમ કરવાનું નક્કી કર્યું છે. મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે શુક્રવારે પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું કે દિલ્હીમાં અનલોકની પ્રક્રિયા 31મી મેથી તબક્કાવાર રીતે શરૂ થશે.
કન્સ્ટ્રક્શનની ગતિવિધિઓ અને ફેક્ટરીઓ ખોલવાનો આદેશ
મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે (Arvind Kejriwal) જણાવ્યું કે એલજીની અધ્યક્ષતામાં લોકડાઉન ખોલવા અંગે બેઠક થઈ. દિલ્હીમાં 31મી મેથી નિર્માણ ગતિવિધિઓની બહાલી અને કારખાનાઓને ફરીથી ખોલવા માટે મંજૂરી અપાશે. તેમણે કહ્યું કે દિલ્હીમાં સંક્રમણ દર ઘટીને 1.5 ટકા થયો છે. પરંતુ વાયરસ વિરુદ્ધ હજુ પણ લડાઈ ખતમ થઈ નથી.
Vaccination માટે 12 વર્ષના બાળકે હાઈકોર્ટના દ્વાર ખખડાવ્યા, કહ્યું-સરકારને આપો નિર્દેશ
આર્થિક ગતિવિધિઓને શરૂ કરવી જરૂરી
સીએમ અરવિંદ કેજરીવાલે કહ્યું કે 'કરોડો લોકોની મહેનતનું પરિણામ છે કે દિલ્હીમાં હવે કોરોના (Corona virus) ના કેસ ધીમે ધીમે ઓછા થઈ રહ્યા છે. હવે ધીરે ધીરે અનલોક કરવાનો સમય છે.' તેમણે વધુમાં કહ્યું કે 'એવું ન બને કે કોરોનાથી લોકો બચી જાય, અને ભૂખમરાથી મરી જાય. આથી હવે આર્થિક ગતિવિધિઓ શરૂ કરવી જરૂરી છે.'
Baba Ramdev નો દાવો: 90% દર્દીઓ યોગ અને આયુર્વેદથી સાજા થયા, કોરોનિલ અંગે આપ્યું મોટું નિવેદન
દિલ્હીમાં નબળી પડવા લાગી કોરોનાની બીજી લહેર
દેશની રાજધાની દિલ્હીમાં કોરોનાના કેસમાં સતત ઘટાડો થઈ રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં કોરોનાના 1072 નવા કેસ નોંધાયા છે. જ્યારે 117 લોકોના મોત થયા છે. 30 માર્ચ બાદ એક દિવસમાં આ સૌથી ઓછા મામલા નોંધાયા છે. જ્યારે 15 એપ્રિલ બાદ સૌથી ઓછો મોતનો આંકડો છે. અત્રે જણાવવાનું કે દિલ્હીમાં 30 માર્ચના રોજ 992 કેસ નોંધાયા હતા. જ્યારે 15 એપ્રિલના રોજ 112 લોકોના કોરોનાથી મોત થયા હતા. દિલ્હીમાં સંક્રમણ દર ઘટીને 1.53 ટકા થયો છે. જે 24 માર્ચ બાદ સૌથી ઓછો છે. 24 માર્ચના રોજ દિલ્હીમાં સંક્રમણ દર 1.52 ટકા હતો.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube