Vaccination માટે 12 વર્ષના બાળકે હાઈકોર્ટના દ્વાર ખખડાવ્યા, કહ્યું-સરકારને આપો નિર્દેશ
દેશની રાજધાની દિલ્હીમાં 12 વર્ષના એક બાળકે દિલ્હી હાઈકોર્ટનો દરવાજો ખખડાવ્યો છે.
Trending Photos
નવી દિલ્હી: દેશની રાજધાની દિલ્હીમાં 12 વર્ષના એક બાળકે દિલ્હી હાઈકોર્ટ (Delhi High Court) નો દરવાજો ખખડાવ્યો છે. બાળક તરફથી દાખલ કરાયેલી અરજીમાં માગણી કરાઈ છે કે હાઈકોર્ટ 12થી 17 વર્ષની ઉંમરના બાળકોને રસી (Corona Vaccine) આપવા માટે સરકારને નિર્દેશ આપે.
હાઈકોર્ટે સરકાર પાસે માંગ્યો જવાબ
અત્રે જણાવવાનું કે દિલ્હી હાઈકોર્ટે આ અરજી પર કેન્દ્ર સરકાર અને દિલ્હી સરકારને નોટિસ ફટકારી છે. હાઈકોર્ટે 4 જૂન સુધીમાં સરકાર પાસે જવાબ માંગ્યો છે.
કોરોનાના નવા કેસમાં થયો ઘટાડો
કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના જણાવ્યાં મુજબ છેલ્લા 24 કલાકમાં દેશભરમાંથી કોરોના વાયરસ (Corona Virus) ના નવા 1,86,364 કેસ નોંધાયા છે. આ સાથે કુલ કેસનો આંકડો 2,75,55,457 પર પહોંચી ગયો છે. જ્યારે 23,43,152 લોકો હજુ પણ સારવાર હેઠળ છે. અત્યાર સુધીમાં કુલ 2,48,93,410 લોકો રિકવર થયા છે. આ અગાઉ ગુરુવારે બહાર પડેલા આંકડા મુજબ નવા 2.11 લાખ નવા કેસ નોંધાયા હતા. જ્યારે 3842 દર્દીઓના જીવ ગયા હતા. જ્યારે 26મી મેના રોજ 2.08 લાખ નવા કેસ નોંધાયા હતા અને 4157 દર્દીઓના મોત થયા હતા.
ગુરુવારે 20 લાખથી વધુ કોરોના ટેસ્ટ, કોવિડ સંક્રમણ દર ઓછો થયો
ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચના જણાવ્યાં મુજબ ગુરુવારે દેશભરમાંથી 20,70,508 કોરોના ટેસ્ટ કરાવવામાં આવ્યા હતા. આ સાથે કુલ કોરોના ટેસ્ટનો આંકડો 33,90,39,861 પર પહોંચ્યો છે. દેશમાં કોરોના સંક્રમિત થવાનો દર પણ ઘટીને 9 ટકા થયો છે. છેલ્લા ચાર દિવસથી તે 10 ટકાથી ઓછો છે. સંક્રમણનો સાપ્તાહિક દર પણ ઘટીને 10.42 થયો છે. મૃત્યુદરની વાત કરીએ તો કોવિડ-19થી મૃત્યુદર 1.16 ટકા છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે