Graded Response Action Plan: તમે પણ પેટ્રોલ પંપ પર કાર કે બાઈકમાં પેટ્રોલ ડીઝલ ભરાવવા માટે જતા હશો. પરંતુ તમારી જાણકારી બહાર તમને ખબર જ ન હોય અને ત્યાં  તમારું ચલણ કપાઈ જાય તો? કદાચ તમારા માટે આ સ્થિતિ અજીબ હશે. પરંતુ હાલના દિવસોમાં દિલ્હીમાં આવું જ કઈંક સામે આવ્યું છે. અહીં લોકો પેટ્રોલ પંપ પર 500 રૂપિયાનું ફ્યૂલ નાખવા ગયા અને કેમેરાની મહેરબાનીથી તેમનું 10000 રૂપિયાનું ચલણ કપાઈ ગયું. કદાચ આવું તમે ભાગ્યે જ વિચાર્યું હશે. પરંતુ દિલ્હીમાં આ ખરેખર  બન્યું. અત્રે જણાવવાનું કે દિલ્હીમાં પીયુસી સર્ટિફિકેટ ન હોય તો 10,000 રૂપિયાનું ચલણ કપાય છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સીસીટીવી કેમેરામાં ખેંચાઈ જાય છે નંબર પ્લેટનો ફોટો
વાત જાણે એમ છે કે દિલ્હી સરકારના ટ્રાન્સપોર્ટ ડિપાર્ટમેન્ટની અનોખી પહેલથી ગત એક મહિનામાં આવું જ બન્યું છે. દિલ્હીની ટ્રાફિક પોલીસે સીસીટવી કેમેરા દ્વારા પ્રદૂષણ ફેલાવતી ગાડીઓ પર લગામ લગાવવાનો પ્રયત્ન કર્યો. વિભાગ તરફથી દિલ્હીના ચાર પેટ્રોલ પંપથી એક પાઈલટ પ્રોજેક્ટ શરૂ કર્યો. આ પેટ્રોલ પંપ પર લોકો ઓઈલ ભરાવવા માટે આવે છે. આ દરમિયાન ત્યાં લાગેલા પરિવહન વિભાગના સીસીટીવી કેમેરા તેમની નંબર પ્લેટના ફોટો ખેંચી લે છે. 


વિભાગે નાના સ્તરે શરૂ કર્યું અભિયાન
ઓઈલ નખાવ્યા બાદ લોકો તો પોતાના ગંતવ્ય તરફ જતા રહે છે. પરંતુ નંબર પ્લેટનો ફોટો ખેંચાવવાની સાથે જ ગાડીની ડિટેલ ખબર પડી જાય છે કે તેમની કાર કે બાઈકનું પોલ્યુશન અંડર ચેક સર્ટિફિકેટ (PUC) છે  કે નહીં. આ પાઈલટ પ્રોજેક્ટને પરિવહન વિભાગે નાના સ્તરે શરૂ કર્યો. પરંતુ તે કારગર નિવડી રહ્યો છે. આવનારા દિવસોમાં આ પ્રકારની મુહિમ અન્ય પેટ્રોલ પંપ દ્વારા પણ શરૂ થઈ શકે છે. 


એક મહિનામાં 800થી વધુ ચલણ
આ પાઈલટ પ્રોજેક્ટને કયા પેટ્રોલપંપ પર શરૂ કરાયા છે. આ અંગે વિભાગ તરફથી કોઈ પણ પ્રકારની જાણકારી શેર કરાઈ નથી. હકીકતમાં વિભાગ તરફથી પેટ્રોલ પંપ પર લાગેલા કેમેરાને પંપના સર્વર ઉપરાંત દિલ્હી સરકારના પરિવહન વિભાગ અને સીપીયુમાં રૂટ કરી દેવાય છે. ત્યારબાદ એ માહિતી જાણવી કે કોઈ ગાડીનું પીયુસી છે કે નહીં તે જાણવું સરળ બની જાય છે. એક મહિનાની અંદર દિલ્હીમાં આ પ્રકારના 800થી વધુ ચલણ કપાઈ ચૂક્યા છે. 


પ્રદૂષણની રોકથામ માટે લેવાયું પગલું
આ મુહિમના સફળ થયા બાદ તેને આવનારા સમયમાં રાજધાનીના 25 પેટ્રોલ પંપ પર શરૂ કરવાની યોજના છે. ત્યારબાદ આ યોજનાને દેશના અલગ અલગ ભાગોમાં શરૂ કરવામાં આવી શકે છે. આ સિસ્ટમમાં ગાડી પેટ્રોલ પંપ પર પહોંચ્યા બાદ તેની નંબર પ્લેટનો ફોટો ખેંચી લેવાય છે. ફોટો ખેંચાયા બાદ ખબર પડી જાય છે કે તેનું પીયુસી છે કે નહીં. જો પીયુસી ન હોય તો ચલણ ઓટોમેટિક કપાઈ જાય છે. આ પગલું વાહનોથી થનારા પ્રદૂષણની રોકથામના હેતુથી ઉઠાવવામાં આવ્યું છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube