ઓળખ બદલી હોસ્પિટલ પહોંચેલા સ્વાસ્થ્ય મંત્રી મનસુખ માંડવિયાને ગાર્ડે માર્યો ડંડો, જાણો શું છે ઘટના
કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી મનસુખ માંડવિયા (Mansukh Mandaviya) એ જણાવ્યુ કે સફદરજંગ હોસ્પિટલમાં બેંચ પર બેસવા દરમિયાન એક ગાર્ડે તેમને ડંડો મારી દીધો હતો.
નવી દિલ્હીઃ કોરોના વાયરસ મહામારી વચ્ચે કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી મનસુખ માંડવિયા (Mansukh Mandaviya) એક્શન મોડમાં છે અને સતત અધિકારીઓ સાથે સમીક્ષા કરવાની સાથે હોસ્પિટલોનો પ્રવાસ કરી વ્યવસ્થાઓનું નિરીક્ષણ કરી રહ્યાં છે. મનસુખ માંડવિયા હાલમાં સામાન્ય દર્દીની જેમ દિલ્હીની સફદરજંગ હોસ્પિટલ (Safdarjung Hospital) પહોંચ્યા હતા, જ્યાં તેમની સાથે ચોંકાવનારી ઘટના બની હતી.
ગાર્ડે માર્યો હતો કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રીને ડંડો
કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી મનસુખ માંડવિયા (Mansukh Mandaviya) એ જણાવ્યું કે સફદરજંગ હોસ્પિટલમાં બેંચ પર બેસવા દરમિયાન એક ગાર્ડે તેમને ડંડો માર્યો હતો. મનસુખ માંડવિયાએ સફદરજંગ હોસ્પિટલમાં ચાર સ્વાસ્થ્ય સંબંધિ સુવિધાઓના ઉદ્ઘાટનમાં આ સમગ્ર ઘટનાનો ખુલાસો કર્યો છે.
હોસ્પિટલમાં જોવા મળી અવ્યવસ્થા
ઓળખ બદલીને સફદરજંગ હોસ્પિટલ પહોંચ્યા બાદ મનસુખ માંડવિયાને અનેક પ્રકારની અવ્યવસ્થા જોવા મળી હતી. તેમણે જણાવ્યું કે, હોસ્પિટલમાં આશરે 75 વર્ષના એક વૃદ્ધ મહિલાને તેમના પુત્ર માટે સ્ટ્રેચરની જરૂર હતી, પરંતુ મહિલાને સ્ટ્રેચર અપાવવા અને સ્ટ્રેચરમાં લઈ જવા માટે ગાર્ડે તેની મદદ કરી નહીં.
આ પણ વાંચોઃ Punjab: ચરણજીત સિંહ ચન્નીને CM બનાવી કોંગ્રેસે એક સાથે 4 નિશાન સાધ્યા, જાણો સિદ્ધુનો મેળ કેમ ન પડ્યો?
ઘટના પર પીએમ મોદીનું રિએક્શન
ફર્સ્ટપોસ્ટના રિપોર્ટ અુસાર આ સંપૂર્ણ ઘટનાની જાણકારી મનસુખ માંડવિયાએ પ્રધાનમંત્રી મોદીને આપી હતી. તેના પર પીએમ મોદીએ પૂછ્યુ કે શું જે ગાર્ડે ડંડો માર્યો, તેને સસ્પેન્ડ કરવામાં આવ્યો? તેના પર સ્વાસ્થ્ય મંત્રીએ કહ્યુ કે, ના. તેમણે કહ્યું કે, તે માત્ર એક વ્યક્તિને નહીં, પરંતુ સિસ્ટમને સુધારવા ઈચ્છે છે.
સ્વાસ્થ્ય મંત્રીએ કરી ડોક્ટરોની પ્રશંસા
કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી મનસુખ માંડવિયાએ કોરોના કાળમાં ડોક્ટરો દ્વારા કરવામાં આવેલા કામની પ્રશંસા કરી અને કહ્યુ કે, બધા ડોક્ટરોએ એક ટીમ વર્કના રૂપમાં કામ કરવું જોઈએ. તેમણે આશા વ્યક્ત કરી કે હોસ્પિટલ પોતાની છબી બદલવા માટે એક પ્રેરણાના રૂપમાં કામ કરશે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube