Delhi Vada Pav Girl Viral Video: દિલ્હીની વડાપાવ ગર્લની પરેશાનીઓ ઓછી થવાના સંકેત દેખાઈ નથી રહ્યાં. ફરી એકવાર વડાપાવ છોકરી અને તેની માતા વચ્ચે ભીડ સાથે જોરદાર ઝઘડો થયો. વીડિયોમાં જુઓ વડાપાવની યુવતી પણ મહિલા સાથે ઝપાઝપી કરી રહી છે. આ વીડિયો જોઈને યુવતીના ફેન્સે કહ્યું કે તમે દીદીને કેટલું રડાવશો, બસ કરો.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સોશિયલ મીડિયા એ લોકો માટે વરદાન સાબિત થયું છે. ખાસ કરીને એ લોકો માટે જેમને યોગ્ય પ્લેટફોર્મ પર તેમની પ્રતિભા દર્શાવવાની તક નથી મળતી. ભુવન બદ્યાકર હોય કે રાનુ મંડલ સોશિયલ મીડિયા દ્વારા રાતોરાત ફેમસ થઈ ગયા. તાજેતરમાં, વડાપાવ વેચતી છોકરી દિલ્હીમાં દરેક જગ્યાએ ફેમસ બની છે. એક વીડિયો વાયરલ થયા બાદ તેના વડાપાવ સ્ટોલ પર એટલી લાંબી કતારો છે કે ગ્રાહકોને મેનેજ કરવું મુશ્કેલ બની જાય છે. લગભગ દરરોજ, વડાપાવ ગર્લના વીડિયો હેડલાઇન્સ બનાવે છે. પરંતુ આ વખતે વડાપાવ ગર્લ કોઈ અન્ય કારણોસર સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે અને તેનું કારણ છે રસ્તા પર તેની લડાઈ. ફરી એકવાર આ વાયરલ વડાપાવ ગર્લ ચંદ્રિકા ગેરા દીક્ષિતનો એક વીડિયો ચર્ચામાં આવ્યો છે. આ વખતે તે તેની માતા સાથે લોકોના ટોળા સાથે દલીલ અને ઝઘડો કરતી જોવા મળે છે.


ક્ષત્રિય આગેવાનોએ ભાજપને રાજીનામું પકડાવ્યું, નર્મદા જિલ્લાના રાજકારણમાં મોટો ભૂકંપ


 


કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીના એક નિવેદનથી દેશમાં શરૂ થયું રાજકીય મહાભારત