નવી દિલ્હી: દિલ્હીમાં થયેલી ભયાનક હિંસામાં મૃતકોની સંખ્યા 34 પર પહોંચી છે. જ્યારે 200 જેટલા લોકો ઘાયલ થયા છે. આ બાજુ દિલ્હી હિંસા પર સુનાવણી કરી રહેલા દિલ્હી હાઈકોર્ટના જજ જસ્ટિસ મુરલીધરની બદલી પંજાબ-હરિયાણા હાઈકોર્ટમાં કરી દેવાઈ છે. કેન્દ્ર સરકારે જસ્ટિસ મુરલીધરની ટ્રાન્સફરનું નોટિફિકેશન બહાર પાડ્યું. અત્રે જણાવવાનું કે કોર્ટ કોલેજિયમે જસ્ટિસ મુરલીધરની ટ્રાન્સફરની ભલામણ 12 ફેબ્રુઆરી 2020ના રોજ કેન્દ્ર સરકારને મોકલી હતી. દિલ્હી હાઈકોર્ટના જસ્ટિસ મુરલીધરે બુધવારે સુનાવણીમાં દિલ્હી પોલીસને આડે હાથ લીધી હતી અને પૂછ્યું હતું કે આટલા દિવસ સુધી હિંસા દરમિયાન અત્યાર સુધી કેમ કોઈ એફઆઈઆર દાખલ થઈ નથી. તેમણે વિવાદિત નિવેદનો આપનારા ભાજપના ત્રણ નેતાઓ વિરુદ્ધ એફઆઈઆર દાખલ કરવાના આદેશ પણ આપ્યાં હતાં. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

PM મોદીના નિર્દેશ પછી દિલ્હીમાં અજીત ડોભાલે શરૂ કર્યું 16 કલાકનું ઓપરેશન, હવે સ્થિતિ નિયંત્રણમાં


દિલ્હી હાઈકોર્ટે કડક શબ્દોમાં કરી હતી ટિપ્પણી
બુધવારે 26 જાન્યુઆરીના રોજ દિલ્હી હિંસા પર થયેલી સુનાવણી દરમિયાન હાઈકોર્ટે ખુબ જ કડક શબ્દોમાં ટિપ્પણી કરી હતી. દિલ્હી હાઈકોર્ટે કહ્યું હતું કે દિલ્હીમાં એક વધુ 1984 થવા દઈશું નહીં. દિલ્હી હિંસા પર કડક પગલાં લેવાની જરૂર છે. લોકોને ભરોસો હોવો જોઈએ કે તેઓ જ્યાં છે ત્યાં સુરક્ષિત છે. 


કોરોના વાઈરસ: જાપાનના તટે ઊભેલા શિપમાં ફસાયેલા 119 ભારતીયો અને 5 વિદેશીઓને એરલિફ્ટ કરાયા


જેટલા પણ ભડકાઉ વીડિયો છે તેમાં કેસ દાખલ કરો. કાલે ફરીથી સુનાવણી  થશે. બુધવારે સુનાવણી દરમિયાન હાઈકોર્ટે પોલીસને ફટકાર લગાવતા કહ્યું હતું કે જો તમારી પાસે આવા વીડિયો હતાં તો તેના ઉપર તમે અત્યાર સુધીમાં કાર્યવાહી કેમ કરી નહીં. આખુ શહેર બળી જશે ત્યારે તમે કાર્યવાહી કરશો. પોલીસની તો ફરજ છે કે તે જનતાની રક્ષા કરે. કોર્ટે કહ્યું કે હજુ કેટલા મોતની રાહ જોશો. 


જુઓ LIVE TV


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube


દેશના સમાચાર જાણવા માટે કરો ક્લિક...