કોરોના વાઈરસ: જાપાનના તટે ઊભેલા શિપમાં ફસાયેલા 119 ભારતીયો અને 5 વિદેશીઓને એરલિફ્ટ કરાયા

કોરોના વાઈરસની ચપેટમાં આવ્યાં  બાદ છેલ્લા કેટલાય દિવસોથી જાપાનના તટ પર ઊભેલા ક્રૂઝ શિફ ડાયમંડ પ્રિન્સેસમાં ફસાયેલા 119 ભારતીયોને એરલિફ્ટ કરી લેવાયા છે. એર ઈન્ડિયાની સ્પેશિયલ ફ્લાઈટથી આ ભારતીયોની સાથે 5 વિદેશી નાગરિકોને ગુરુવારે સવારે દિલ્હી લાવવામાં આવ્યાં. આ 5 વિદેશી નાગરિકોમાં શ્રીલંકા, નેપાળ, દક્ષિણ આફ્રિકા અને પેરુના લોકો સામેલ છે. ભારતે આ લોકોને એરલિફ્ટ કરવામાં મદદ બદલ જાપાનનો આભાર માન્યો છે. ખાસ વાત એ છે કે ઈન્ડિયન એરફોર્સનું એક વિમાન ચીનના વુહાન શહેરથી પણ 36 વિદેશીઓ સહિત 112 લોકોને લઈને દિલ્હી પહોંચ્યું. 

Updated By: Feb 27, 2020, 08:39 AM IST
કોરોના વાઈરસ: જાપાનના તટે ઊભેલા શિપમાં ફસાયેલા 119 ભારતીયો અને 5 વિદેશીઓને એરલિફ્ટ કરાયા
તસવીર-ANI

નવી દિલ્હી: કોરોના વાઈરસની ચપેટમાં આવ્યાં  બાદ છેલ્લા કેટલાય દિવસોથી જાપાનના તટ પર ઊભેલા ક્રૂઝ શિફ ડાયમંડ પ્રિન્સેસમાં ફસાયેલા 119 ભારતીયોને એરલિફ્ટ કરી લેવાયા છે. એર ઈન્ડિયાની સ્પેશિયલ ફ્લાઈટથી આ ભારતીયોની સાથે 5 વિદેશી નાગરિકોને ગુરુવારે સવારે દિલ્હી લાવવામાં આવ્યાં. આ 5 વિદેશી નાગરિકોમાં શ્રીલંકા, નેપાળ, દક્ષિણ આફ્રિકા અને પેરુના લોકો સામેલ છે. ભારતે આ લોકોને એરલિફ્ટ કરવામાં મદદ બદલ જાપાનનો આભાર માન્યો છે. ખાસ વાત એ છે કે ઈન્ડિયન એરફોર્સનું એક વિમાન ચીનના વુહાન શહેરથી પણ 36 વિદેશીઓ સહિત 112 લોકોને લઈને દિલ્હી પહોંચ્યું. 

વિદેશ મંત્રી એસ જયશંકરે ટ્વીટ કરીને કહ્યું કે "ટોક્યોથી એર ઈન્ડિયાની ફ્લાઈટ 119 ભારતીયો અને શ્રીલંકા, નેપાળ, દક્ષિણ આફ્રિકા થથા પેરુના 5 નાગરિકોને લઈને હમણા જ દિલ્હીમાં ઉતર્યું છે. આ બધા COVID19 (કોરોના વાઈરસ)ના કારણે ડાયમન્ડ પ્રિન્સેસ પર અલગ થલગ રખાયા હતાં. જાપાની અધિકારીઓનો સહયોગ પ્રશંસાને પાત્ર છે. એર ઈન્ડિયાને એકવાર ફરીથી ધન્યવાદ."

અત્રે જણાવવાનું કે ક્રૂઝ શિપ ડાયમન્ડ પ્રિન્સેસ પર કુલ 3711 લોકો સવાર હતાં જેમાંથી 138 ભારતીયો હતાં. ભારતીયોમાંથી 132 તો ચાલક દળના સભ્યો હતા અને બાકીના 6 પ્રવાસીઓ. બાકીના ભારતીયોની જાપાનમાં સારવાર ચાલુ છે. સવાર લોકોમાં કોરોના વાઈરસના સંક્રમણની આશંકાને પગલે શિપને જાપાનના તટ પર 5 ફેબ્રુઆરીના રોજ અલગ થલગ કરી દેવાયું હતું. ત્યારબાદ આશંકા સાચી પડી અને જહાજ પર સવાર કેટલાક ભારતીયો સહિત અનેક લોકોના કારોના વાઈરસના ટેસ્ટ પોઝિટિવ આવ્યાં. અત્રે જણાવવાનું કે દુનિયાભરમાં 37 દેશોના 80000 લોકોને ઘાતક કોરોના વાઈરસે પોતાની ચપેટમાં લીધો છે. જ્યારે 2600થી વધુ લોકોના મોત થઈ ચૂક્યા છે. 

ચીનના વુહાનથી પણ ભારતીયોને લવાઈ રહ્યાં છે માદરે વતન
બીજી બાજુ ઈન્ડિયન એરફોર્સનું સી-17 ગ્લોબમાસ્ટર વિમાન ચીનના વુહાન શહેરથી 112 ભારતીયો અને વિદેશીઓને લઈને આવી રહ્યું છે. આ વિમાન કોરોના વાઈરસથી સૌથી વધુ પ્રભાવિત ચીનના વુહાન શહેર માટે ભારતથી જરૂરી ચિકિત્સકિય સામગ્રી લઈને પહોંચ્યું હતું. વિદેશ મંત્રી એસ જયશંકરે રાહત સામગ્રીની ખેપને મુશ્કેલીની ઘડીમાં ચીનના લોકો સાથે ભારતની એકજૂથતાની મજબુત અભિવ્યક્તિ ગણાવી. સી-17 ગ્લોબમાસ્ટર સૈન્ય વિમાન લગભગ 15 ટન મેડિકલ સહાયતા લઈને ચીન પહોંચ્યું જેમાં માસ્ક, ગ્લોવ્સ, અને અન્ય ચિકિત્સા ઉપકરણ હતાં. આ અભિયાનમાં તાલમેળનું કામ જોઈ રહેલા ભારતીય દૂતાવાસે કહ્યું કે રાહત સામગ્રી ઉતર્યા બાદ ફ્લાઈટ 112 ભારતીયો અને વિદેશીઓને લઈને રવાના થઈ ગઈ. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

દેશના સમાચાર જાણવા માટે કરો ક્લિક...