નવી દિલ્હી: દિલ્હી  હિંસા (Delhi Violence)માં મોતને ભેટેલા ઇંટેલિજેન્સ બ્યૂરો  (IB)ના અધિકારી અંકિત શર્મા (Ankit Sharma)ને દિલ્હી સરકારે એક કરોડ રૂપિયાની સહાયતા રકમ આપવાની જાહેરાત કરી હતી. સીએમ અરવિંદ કેજરીવાલ (Arvind Kejriwal) એ જાણકારી આપી  છે આ ફેંસલાને કેબિનેટની મંજૂરી મળી ગઇ છે. તેમણે એ પણ કહ્યું કે કોરોના મહામારીના લીધે ફેંસલાને મંજૂરી મળવામાં થોડું મોડું થયું. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે ટ્વિટ કરી કહ્યું કે 'દિલ્હી રમખાણોમાં IB ઓફિસર સ્વર્ગીય અંકિત શર્માજીનું ખૂબ જ દર્દનાક હત્યા થઇ હતી. તેમના પરિવારના માટે અમે 1 કરોડ રૂપિયાની સન્માન રાશિની જાહેરત કરી હતી. આજે આ નિર્ણયને કેબિનેટે મંજૂરી આપી છે. કોરોનાના લીધે તેમાં મોડું થયું. આશા છે કે આ અઠવાડિયે તેમના પરિવારને રકમ મળી જશે.'


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube


કોરોના વાયરસ સાથે જોડાયેલા તમામ સમાચાર માટે ક્લિક કરો આ લિંક પર