નવી દિલ્હીઃ રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં થયેલી હિંસા પર કોંગ્રેસે કેન્દ્ર સરકારને રાજધર્મનું પાલન કરવાની અપીલ કરી હતી. રાજધર્મ પર એકવાર ફરી રાજકીય ગરમાવો આવી ગયો છે અને રાજકીય નિવેદનબાજી શરૂ થઈ ગઈ છે. શુક્રવારે કેન્દ્રીય પ્રધાન રવિશંકર પ્રસાદે કહ્યું હતું કે, કોંગ્રેસ પાર્ટી રાજધર્મના નામ પર લોકોને ભડકાવવાનું કામ ન કરે. કેન્દ્રીય પ્રધાનનું નિવેદન સામે આવ્યા બાદ હવે કોંગ્રેસના દિગ્ગજ નેતા કપિલ સિબ્બલે પલટવાર કર્યો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

કપિલ સિબ્બલે શનિવારે એક ટ્વીટ કર્યું, 'કાયદા પ્રધાન કોંગ્રેસને કહે છે કે પ્લીઝ, અમને રાજધર્મ ન શીખવાડો. અમે તમને કેમ શીખવાડી શકીએ મંત્રી મહોદય. જ્યારે તમે ગુજરાતમાં વાજપેયીની ચેતવણી ન સાંભળી, તમે અમને ક્યાં સાંભળશો. સાંભળવું, શીખવું અને રાજધર્મનું પાલન કરવું તમારા મજબૂત પાસાંઓમાંથી એક નથી.'


સપા સાંસદ આઝમ ખાને કહ્યું- મારી સાથે થઈ રહ્યું છે આતંકીઓ જેવું વર્તન  

ભાજપે રાજધર્મની ચેતવણી પર કોંગ્રેસને ઘેરી
હકીકતમાં, કોંગ્રેસના વરિષ્ઠ નેતાઓના એક દળે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ સાથે મુલાકાત કરીને કેન્દ્ર સરકારને રાજધર્મનું પાલન કરવાની વાત કરી ત્યારે ભાજપ આક્રમક થઈ ગયું હતું. શુક્રવારે કેન્દ્રીય પ્રધાન રવિશંકર પ્રસાદે પલટવાર કરતા કહ્યું કે, કોંગ્રેસ પાર્ટી રાજધર્મના નામ પર લોકોને ભડકાવવાનું કામ ન કરે. 


કેન્દ્રીય પ્રધાન રવિશંકર પ્રસાદે કહ્યું હતું કે, ગુરૂવારે કોંગ્રેસ પાર્ટી રાષ્ટ્રપતિની પાસે ગઈ અને રાજધર્મની વાત કરી. રામલીલા મેદાનથી તમે ઉશ્કેરીજનક ભાષાનો પ્રયોગ કર્યો. તમારી સરકારે 2010માં એનપીઆરનું નોટિફિકેશન જારી કર્યું, જો તમે કરો તો યોગ્ય પરંતુ અમે કરીએ તો ઉશ્કેરવાનું શરૂ કરી દો છો. 


જુઓ LIVE TV


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube


દેશના સમાચાર જાણવા માટે કરો ક્લિક...