નવી દિલ્હીઃ કોંગ્રેસના અંતરિમ અધ્યક્ષ સોનિયા ગાંધી, પૂર્વ કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી અને કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધી વાડ્રા સહિત ઘણા અન્ય વિરુદ્ધ દિલ્હી હાઈકોર્ટમાં અરજી દાખલ કરવામાં આવી છે. અરજીકર્તાઓએ કોંગ્રેસના આ નેતાઓ પર ભડકાઉ નિવેદન આપવાનો આરોપ લગાવતા એફઆઈઆર નોંધવાનો આદેશ આપવાની માગ કરી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સમાચાર એજન્સી પીટીઆઈ પ્રમાણે, હાઈકોર્ટમાં એક અન્ય અરજી દાખલ કરવામાં આવી છે જેમાં દિલ્હીના નાયબ મુખ્યપ્રધાન મનીષ સિસોદિયા, આમ આદમી પાર્ટીના ઓખલાથી ધારાસભ્ય અમાનતુલ્લાહ ખાન વિરુદ્ધ પણ કથિત રીતે ભકડાઉ નિવેદન આપવાનો આરોપ લગાવતા કેસ દાખલ કરવાની માગ કરવામાં આવી છે. અરજીમાં હાઈકોર્ટ પાસે માગ કરવામાં આવી છે કે આ તમામ નેતાઓની કથિત રીતે ભડકાઉ ભાષણ આપવાની એસઆઈટી તપાસ કરે અને કડક કાર્યવાહી કરવામાં આવે. 


અસદુદ્દીન ઓવૈસી વિરુદ્ધ પણ કેસ દાખલ કરવાની માગ
આ સિવાય કોર્ટમાં હિન્દુ સેના તરફથી એક અન્ય અરજી દાખલ કરવામાં આવી છે જેમાં એઆઈએમઆઈએમના નેતા અસદુદ્દીન ઓવૈસી અને અકબરુદ્દીન ઓવૈસી પર ભડકાઉ ભાષણનો આરોપ લગાવતા કાર્યવાહી કરવાની માગ કરવામાં આવી છે. અરજીમાં કહેવામાં આવ્યું છે કે એઆઈએમઆઈએમ ધારાસભ્ય વારિસ પટાણે વિવાદિત નિવેદન આપ્યું જેના કારણે દિલ્હીમાં તણાવ ઉભા થયો અને હિંસા ભડકી જેમાં ઘણા લોકોના મોત થયા છે. 


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube


દેશના સમાચાર જાણવા માટે કરો ક્લિક...