નવી દિલ્હી : દેશની રાજધાની દિલ્હીમાં અસામાજીક તત્વોનો આત્મવિશ્વાસ વધતો જાય છે. દુર્ઘટનામાં આશ્ચર્યજનક ઘટનાઓ જોવા મળી રહી છે. હવે દિલ્હીમાં 28 વર્ષનાં યુવકોને અજાણ્યા ગુંડાઓએ 20 રાઉન્ડ ફાયર કરી એક વ્યક્તિની હત્યા કરી દીધી હતી. આ મુદ્દે દિલ્હીનાં વેલકમ પોલીસ સ્ટેશન વિસ્તારનો છે. જ્યાં જાહેર માર્ગ પર ગોળીઓથી 28 વર્ષીય ઇમરાન નામનાં યુવકની હત્યા સ્કુટી પર બેઠેલા અજાણ્યા ગુંડાઓએ કરી હતી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

PM મોદીની મુલાકાત પહેલા તેમને મેલી નજરથી બચાવવા અહીં ચાલી રહી છે ખાસ પુજા

વેલકમ વિસ્તારની લાકડા માર્કેટનો છે. જ્યાં જાહેરમાં ગોળીઓથી 28 વર્ષીય ઇમરાન માનનાં યુવકની હત્યા સ્કુટી પર બેસીને આવેલા અજાણ્યા બદમાશોએ કરી દીધી. વેલકમ વિસ્તારની લાકડા માર્કેટ માં આજે બપોરે તે સમયે સનસની ફેલાઇ ગઇ , જ્યારે કેટલાક હથિયારબંધ બદમાશોએ આ ઇમરાન નામનાં વ્યક્તિની ગોળીઓથી વિંધી નાખ્યો હતો. 


કાળાનાણા ધારકો પર કસાતો શકંજો: સ્વિસ બેંકોએ 25 ખાતા ધારકોને નોટિસ ફટકારી
અચ્છે દિનની તૈયારી: પેટ્રોલ- ડીઝલમાં 3 રૂ પ્રતિ લિટરનો તોળાઇ રહેલો વધારો
મળતી માહિતી અનુસાર જે સમયે દુર્ઘટના થઇ, તે સમયે આ વિસ્તારમાં ઘણી ચહલ પહલ હતી. આમ છતા આ ગુંડાઓએ અંધાધુંધ ફાયરિંગ કર્યું. રિપોર્ટ્સ અનુસાર ગુંડાઓએ જાહેરમાં 15-20 રાઉન્ડ ગોળીબાર કર્યો. બદમાશોએ ઇમરાનને આશરે 10 ગોળીઓ મારી. જેમાં ઇમરાનની ઘટના પર જ મોત થઇ ગયું. વિસ્તારનાં લોકો અનુસાર ગુંડાઓ સ્કુટી પર આવ્યા હતા. આ વિસ્તારનાં લોકો અનુસાર ઇમરાન પહેલા આ વિસ્તારનો રહેવાસી હતો, પરંતુ થોડા સમય પહેલા જ ઇમરાને અહીંથી મકાન વેચીને ઉસ્માનપુરામાં લઇ લીધો હતો. 


અરૂણ જેટલીના સ્વાસ્થય અંગે ફેલાવાઇ રહેલી અફવાઓ ખોટી: સરકારની સ્પષ્ટતા

સ્થાનિકોનાં અનુસાર મૃતક ઇમરાન વ્યવસાયે ડ્રાઇવર હતો અને તે ખુબ જ સારા સ્વભાવનો વ્યક્તિ હતો. હાલ પોલીસે શબને કબ્જામાં લઇને પોસ્ટમોર્ટમ માટે જીટીબી હોસ્પિટલ મોકલી આપ્યા છે અને સમગ્ર મુદ્દે તપાસ ચાલી રહી છે. અત્રે ઉલ્લેખનીય છે કે, અગાઉ દિલ્હીનાં દ્વારકામાં બે ગેંગ વચ્ચે ઘર્ષણ થઇ ગયું હતું. જેમાં એક વ્યક્તિનું મોત નિપજ્યું હતું.