નવી દિલ્હીઃ Delta Variant: કોરોનાની ત્રીજી લહેર (Corona Third Wave) ની સંભાવનાને લઈને એક તરફ જ્યાં કેન્દ્ર સરકારની ચિંતા વધી છે તો રાજ્ય સરકારોએ તેને લઈને તૈયારી શરૂ કરી દીધી છે. આ વચ્ચે સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા બનાવવામાં આવેલી INSACO કમિટીના કો ચેર પર્સન ડો. એનકે અરોડાએ કોરોનાના ડેલ્ટા વેરિએન્ટને લઈને મોટુ નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે, ડેલ્ટા વેરિએન્ટ  (B.1.617.2) કોરોનાના આલ્ફા વેરિએન્ટ કરતા પણ ઝડપથી ફેલાય રહ્યો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા બનાવેલી  INSACOG કમિટીના ડો. એનકે અરોડાએ કહ્યુ કે ડેલ્ટા વેરિએન્ટને રોકવા માટે INSACOG નો પ્રયાસ છે કે કોરોનાના બધા વેરિએન્ટ પર નજર રાખવામાં આવે અને કોઈપણ નવો વેરિએન્ટ ફેલાતા પહેલા તેના પર કાબુ કરી શકાય. તેમણે કહ્યું કે, દેશના અલગ-અલગ ભાગમાં જીનોમ સીક્વેન્સિંગ લેબ બનાવી આમ કરવામાં આવી રહ્યું છે અને દરેક લેબને તેના ક્ષેત્રની જવાબદારી આપવામાં આવી છે, જેથી તે વિસ્તાર અનુસાર વેરિએન્ટની ઓળખ થઈ શકે. 


આ પણ વાંચોઃ બકરી ઈદ પર કોરોનાના નિયમોમાં આપી છૂટછાટ, હવે આ રાજ્ય પાસે સુપ્રીમે માંગ્યો જવાબ


ડો, એનકે અરોડાએ કહ્યુ કે, ભારત સહિત વિશ્વભરમાં કહેર મચાવનાર B.1.617.2 જેને ડેલ્ટા વેરિએન્ટ કહેવામાં આવ્યો છે. આ ઓક્ટોબર 2020માં ભારતમાં મળ્યો હતો અને ભારતમાં બીજી લહેર પાછળ તેનો હાથ રહ્યો હતો. બીજી લહેર દરમિયાન મહારાષ્ટ્ર સહિત અન્ય રાજ્યોમાં તેના સૌથી વધુ કેસ સામે આવ્યા હતા. 


તેમણે જણાવ્યું કે ડેલ્ટા વેરિએન્ટ કોરોનાના પાછલા વેરિએન્ટ આલ્ફાથી 40થી 60 ટકા ઝડપથી ફેલાય છે અને તે ફેફસા સહિત શરીરના અન્ય અંગને પ્રભાવિત કરે છે. દેશમાં અત્યાર સુધી તેના 50-60 કેસ સામે આવ્યા છે, જે કુલ 11 રાજ્યોમાં છે. હજુ આ વેરિએન્ટ પર સ્ટડી કરવામાં આવી રહી છે. 


ડેલ્ટા વેરિએન્ટને લઈને ડો. એનકે અરોડાએ જણાવ્યું કે કોરોનાના આ વેરિએન્ટ વિરુદ્ધ વેક્સિન કામ કરી રહી છે અને વેક્સિનેશનમાં તેજી લાવી તેના પર કાબુ મેળવી શકાય છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube