દેશમાં 1 કરોડ મકાનોની માંગ, મોદી સરકાર 2022 સુધીમાં તમામને આપશે ઘર
લોકસભામાં પુનમ મહાજનનાં પ્રશ્નનાં લેખીત ઉત્તરમાંપુરીએ કહ્યું કે, રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં મકાનની માંગ સંબંધિત સર્વે અનુસાર આશરે 1 કરોડ મકાનોની જરૂરિયાત
નવી દિલ્હી : મકાન અને શહેરી કાર્યમંત્રી હરદીપ પુરીએ ગુરૂવારે કહ્યું કે, દેશમાં એક કરોડ મકાનોની માંગ છે અને 2022 સુધીમાં બધાને આવાસ ઉપલબ્ધ કરાવવાનું લક્ષ્યાંક પુર્ણ કરવામાં આવશે. લોકસભામાં પુનમ મહાજનના પ્રશ્નના લેખીત ઉત્તરમાં પુરીએ કહ્યું કે, રાજ્ય અને કેન્દ્ર શાસિત પ્રદેશોમાં આવાસની માંગ સંબંધીત સર્વેક્ષણ અનુસાર આશરે એક કરોડ કરતા પણ વધારે મકાનોની જરૂર છે.
કેન્દ્રએ આપ્યો દિલ્હી સરકારને મોટો ઝટકો, મેટ્રોમાં મહિલાઓની નિ:શુલ્ક યાત્રાનો પ્રસ્તાવ કર્યો રદ
તેમણે કહ્યું કે, 81 લાખ મકાનોનાં નિર્માણને સ્વિકૃતી મળી ચુકી છે અને જેમાંથી 47 લાખથી વધારે મકાનોનું નિર્માણ કાર્ય ચાલી રહ્યું છે.મંત્રીએ કહ્યું કે, 2022 સુધી તમામ આવાસનાં નિર્માણને પુર્ણ કરી લેવામાં આવશે. અત્રે ઉલ્લેખનીય છે કે મોદી સરકાર દરેક વ્યક્તિને પોતાનું ઘરનું ઘર મળે તે હેતુથી આગળ વધી રહી છે. જેના અનુસંધાને અનેક યોજનાઓ પણ બહાર પાડી રહી છે.
મહારાષ્ટ્ર સરકારનો મોટો નિર્ણય: દૂધની ખાલી થેલીના પણ ગ્રાહકોને મળશે પૈસા...
મોદી સરકાર દ્વારા ન માત્ર હાઉસિંગ બોર્ડ અને અન્ય સરકારી સંસ્થાઓ સાથે મળીને વિવિધ સરકારી જમીનો પર મકાનનાં નિર્માણનું કામ કરવામાં આવી રહ્યું છે. પરંતુ પ્રાઇવેટ બિલ્ડર્સ સાથે પણ વિવિધ સ્કીમ અપાઇ રહી છે. જેના અનુસંધાને વડાપ્રધાન આવાસ યોજના હેઠળ નવુ મકાન ખરીદો તો અઢી લાખ રૂપિયા જેટલી સબસિડી આપવામાં આવી રહી છે. અથવા તો પોતાનું ઘર બનાવવા અથવા રિનોવેશન કરાવવા માટે સરકાર દ્વારા લોન ઉપરાંતસબસિડી પણ અપાઇ રહી છે.