JNU હિંસાની વિરુદ્ધમાં મુંબઈમાં વિદ્યાર્થીઓનું પ્રદર્શન, જોવા મળ્યું `ફ્રી કાશ્મીર`નું પોસ્ટર
ગેટવે ઓફ ઈન્ડિયા પર એક મહિલા પ્રદર્શનકારીનો વીડિઓ સામે આવ્યો છે. આ વીડિઓમાં મહિલાના હાથમાં ફ્રી કાશ્મીરનું પોસ્ટર દેખાઈ રહ્યું છે.
મુંબઈઃ ગેટવે ઓફ ઈન્ડિયા પર એક મહિલા પ્રદર્શનકારીનો વીડિઓ સામે આવ્યો છે. આ વીડિઓમાં મહિલા હાથમાં ફ્રી કાશ્મીરના પોસ્ટર સાથે દેખાઈ રહી છે. ફ્રી કાશ્મીરનો મતલબ છે કે કાશ્મીરને આઝાદ કરો. ઉલ્લેખનીય છે કે પાંચ ઓગસ્ટે સરકારે જમ્મૂ-કાશ્મીરને વિષેશ રાજ્યનો દરજ્જો આપનાર કલમ 370ને હટાવી દીધી હતી. આ સાથે જમ્મૂ-કાશ્મીરનું વિભાગન કરીને તેને લદ્દાખ-જમ્મૂ કાશ્મીર, તેમ બે કેન્દ્ર શાસિત પ્રદેશ બનાવી દેવામાં આવ્યા હતા.
મહત્વનું છે કે દિલ્હીના જેએનયૂમાં થયેલી હિંસાના વિરોધમાં મુંબઈમાં પણ પ્રદર્શન થઈ રહ્યું છે. આ હિંસા તે સમયે થઈ જ્યારે જેએનયૂની લેફ્ટ વિંગના છાત્રો અને જેએનયૂના ટીચર ફી વધારા મુદ્દે પ્રદર્શન કરી રહ્યાં હતા. આ દરમિયાન વિદ્યાર્થીઓ વચ્ચે મારપીટ થઈ અને મોડી રાત સુધી પ્રદર્શન થયું હતું.
Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube