સહારનપુર : ભારત અને પાકિસ્તાનના સંબંધો ઇમરાન ખાન સરકારમાં પણ સુધારણાનું નામ નથી લઇ રહ્યા. પાકિસ્તાની સૈનિકો દ્વારા ભારત સૈનિકો પર કરવામાં આવેલી ક્રૂરતા બાદ ભારત અને પાકિસ્તાન વચ્ચે ન્યૂયોર્કમાં યોજાનારી વાતચીત રદ્દ કરી દેવામાં આવી છે. પાકિસ્તાનની હાલની હરકતો મુદ્દે દેવબંધી ઉલેમા મુફ્તી અસદ કસમીએ કહ્યું કે, જે સૈનિકો સીમા પર આપણા દેશની રક્ષા કરે છે, પાકિસ્તાન તેમને શહીદ કરી રહ્યા છે. 

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

એક તરફ પાકિસ્તાનનાં વડાપ્રધાન મિત્રતાનો હાથ આગલ વધારે છે અને બીજી તરફ અમારા સૈનિકોને શહીદ કરવામાં આવી રહ્યા છે. અમે આ કોઇ પણ કિંમતે સહન નહી કરીએ. દેવબંધી ઉલેમાઓએ મોદી સરકાર પાસે માંગ કરી કે તેઓ પાકિસ્તાનની મિત્રતાના નિર્ણયને ફગાવે અને આ હરકતોનો મુંહતોડ જવાબ આપે. 

21 સપ્ટેમ્બરે વિદેશમંત્રાલયના પ્રવક્તા રવીશ કુમારે પ્રેસ કોન્ફરન્સ કરીને કહ્યું કે, યૂનાઇટેડ નેશન જનરલ એસેમ્બલી (UNGA)ની ન્યૂયોર્કમાં યોજાનારી બેઠક ઉપરાંત પાકિસ્તાનના વિદેશમંત્રી શાહ મહેમુદ કુરૈશી અને ભારતની વિદેશ મંત્રી મંત્રી સુષ્મા સ્વરાજની બેઠક પ્રસ્તાવિત હતી. જો કે, પાકિસ્તાની સૈનિકોના આ કૃત્ય બાદ અમે આ બેઠકને રદ્દ કરવાનો નિર્ણય લીધો છે. 

રવીશ કુમારે કહ્યું કે, પાકિસ્તાનનું બેવડું ચરિત્ર એકવાર ફરીથી જાહેર થઇ ચુક્યું છે. અમે વાતચીત એટલા માટે મુકી હતી, કારણ કે પાકિસ્તાન વડાપ્રધાને શાંતિના પક્ષે ભારતને પત્ર લખ્યો હતો. જો કે હવે પાકિસ્તાની વડાપ્રધાનનો અસલી ચહેરો સામે આવી ચુક્યો છે. અત્રે ઉલ્લેખનીય છે કે, પાકિસ્તાનનાં વડાપ્રધાન ઇમરાન ખાને વડાપ્રધાન મોદીને પત્ર લખીને કહ્યું હતું ક, તેઓ ઇચ્છે છે કે બંન્ને દેશો વચ્ચે ચાલી રહેલા તમામ મુદ્દાઓ પર વાતચીત ઉકેલવાની દિશામાં આગળ વધવામાં આવે.