PM મોદીએ દેવધર રેસ્ક્યૂ ઓપરેશનમાં સામેલ જવાનો સાથે કરી વાત, દુર્ઘટનામાંથી મળ્યા અનેક બોધપાઠ
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ઝારખંડના દેવઘરમાં થયેલા રોપવે અકસ્માત બાદ બચાવ અભિયાનમાં સામેલ રહેલા ભારતીય વાયુ સેના, સેના, એનડીઆરએફ, આઇટીબીપી અને સ્થાનિક વહિવટી તંત્રના અધિકારીઓ અને સામાજિક સંસ્થાઓના સભ્યો સાથે વાત કરી. રોપવે અકસ્માત બાદ લગભગ 46 કલાક સુધી દેવઘરમાં રેસ્ક્યૂ ઓપરેશન ચલાવવામાં આવ્યું હતું.
નવી દિલ્હી: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ઝારખંડના દેવઘરમાં થયેલા રોપવે અકસ્માત બાદ બચાવ અભિયાનમાં સામેલ રહેલા ભારતીય વાયુ સેના, સેના, એનડીઆરએફ, આઇટીબીપી અને સ્થાનિક વહિવટી તંત્રના અધિકારીઓ અને સામાજિક સંસ્થાઓના સભ્યો સાથે વાત કરી. રોપવે અકસ્માત બાદ લગભગ 46 કલાક સુધી દેવઘરમાં રેસ્ક્યૂ ઓપરેશન ચલાવવામાં આવ્યું હતું.
પીએમ મોદીએ આ અહમ રેસ્ક્યૂ ઓપરેશનમાં સામેલ અધિકારીઓ અને જવાનો સાથે વાત કરતાં કહ્યું કે તમે લોકો ત્રણ દિવસ સુધી 24 કલાક સતત એક મુશ્કેલ રેસ્ક્યૂ ઓપરેશનને પુરૂ કર્યું અને ઘણા દેશવાસીઓની જીવ બચાવ્યો છે. આખા દેશમાં આ સાહસની પ્રશંસા થઇ રહી છે. હું બાબા વૈઘનાથજીની કૃપા માનું છું, જોકે મને દુખ છે કે ઘણા સાથીઓનો જીવ અમે બચાવી શક્યા નહી. કેટલાક ઘાયલ પણ થયા છે. પીડિત પરિવારો પ્રત્યે અમારી પુરી સંવેદના છે અને ઇજાગ્રસ્તોને જલદી ઠીક થવાની પ્રાર્થના કરું છું.
'આ દુર્ઘટનાથી મળ્યા ઘણા બોધપાઠ'
પીએમ મોદીએ કહ્યું કે જેણે પણ આ ઓપરેશનને જોયું તે હેરાન હત, પરેશાન હતા... તમે લોકો ત્યાં હાજર હતા, તમારા માટે કેટલી મુશ્કેલ પરિસ્થિતિ રહી હશે, તેની કલ્પના કરી શકાય છે. પરંતુ દેશ્ને ગર્વ છે કે તેમની પાસે આપણી થલ સેના, આપણી વાયુસેના, આપણા એનડીઆરએફના જવાન, આઇટીબીપી અને પોલીસબળના જવાનના રૂપમાં એવી કુશળ ફોર્સ છે જે દેશવાસીઓને દરેક સંકટમાં સુરક્ષિત રીતે બહાર નિકાળવાનો આત્મવિશ્વાસ ધરાવે છે. આ દુર્ઘટનાથી આપણને ઘણા બોધપાઠ પણ મળ્યા છે. તમારા અનુભવ ભવિષ્યમાં ઘણા કામ આવશે.
આ દરમિયાન પીએમ મોદીએ તમામ અધિકારીઓ અને જવાનો પાસેથી જાણ્યું કે કેવી રીતે તેમણે આ રેસ્ક્યૂ ઓપરેશનને અંજામ આપ્યું. એનડીઆરએફના અધિકારીઓએ જણાવ્યું કે કેવી રેતે ઘટનાસ્થળ સુધી પહોંચ્યા અને સ્થાનિક લોકો સાથે રેસ્ક્યૂ ઓપરેશન શરૂ કર્યું. તેમણે જણાવ્યું કે અમને સૌથી પહેલાં એક ઇજાગ્રસ્ત મહિલા મળી, જેને તાત્કાલિક હોસ્પિટલ સુધી પહોંચાડી.
દેવધરમાં શું થયું હતું?
તમને જણાવી દઇએ કે ઝારખંડના દેવઘરમાં ત્રિકુટ પર્વત પર પર્યટકો માટે બનેલા રોપવેનો કેબલ કારોમાં 10 એપ્રિલના સાંજે ટકરાયો હતો. ત્યારબાદ અહીં 1500 થી 2000 ફૂટ ઉંચાઇ પરથી 25 કેબલ કારોમાં ઘણા ફસાઇ ગયા. જેમને નિકાળવા માટે રેસ્ક્યૂ ઓપરેશન શરૂ થયું. ત્યારબાદ 46 કલાકના રેસ્ક્યૂ ઓપરેશન બાદ વાયુસેના, ભારત-તિબ્બત સીમા પોલીસ (આઇટીબીપી), એનડીઆરએફ અને સેનાના જવાનોએ એમઆઇ 17 હેલિકોપ્ટરની મદદથી ફસાયેલા લોકોને બચાવી લીધા, જ્યારે 3 લોકોના મોત થયા અને 12 અન્ય ઘાયલ થઇ ગયા. બે લોકોના મોત હેલિકોપ્ટરથી બચાવતી વખતે નીચે પડી જતાં થયા હતા.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube