એલજી સામે ઉપવાસ કરી રહેલા આપ નેતા સત્યેન્દ્ર જૈન બાદ મનીષ સિસોદીયાની પણ તબિયત લથડી
ઉપ રાજ્યપાલના નિવાસે દિલ્હીના ઉપ મુખ્યમંત્રી મનીષ સિસોદીયા છેલ્લા છ દિવસથી ભૂખ હડતાલ પર બેઠા છે.
નવી દિલ્હી : દિલ્હીના ઉપ રાજ્યપાલ અનિલ બૈજનના નિવાસે છેલ્લા આઠ દિવસથી મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ અને એમના મંત્રીઓ છેલ્લા છ દિવસથી ઉપવાસ પર બેઠા છે. ભૂખ હડતાલ પર બેઠેલા સત્યેન્દ્ર જૈન બાદ આજે ઉપ મુખ્યમંત્રી મનીષ સિસોદીયાની તબિયત લથડતાં એમને સારવાર માટે દાખલ કરાયા હતા.
દિલ્હીની આપ સરકાર સાથે ઉપ રાજ્યપાલના કથિત વિવાદને પગલે મુખ્યંત્રી અરવિંદ કેજરીવાલ સહિત એમના મંત્રી મંડળના સભ્યો છેલ્લા છ દિવસથી એલજી હાઉસ ખાતે ભૂખ હડતાલ પર છે. જેમાં રવિવારે રાતે દિલ્હી સરકારના મંત્રી સત્યેન્દ્ર જૈનની તબિયત બગડતાં એમને સારવાર માટે દાખલ કરાયા હતા. ત્યાર બાદ સોમવારે સિસોદીયાની હાલત ખરાબ થતાં એમને પણ એલએનજીપી હોસ્પિટલમાં લઇ જવાયા હતા. કહેવાય છે કે એમના શરીરમાં કીટોનનું લેવલ 7.4 પર આવી ગયું છે.
દેશના અન્ય સમાચાર જાણવા અહીં ક્લિક કરો...