નવી દિલ્હી : દિલ્હીના શાસક બહાદુરશાહ જફરના વંશજ હોવાનો દાવો કરનારા પ્રિંસ યાકુબ હબીબુદ્દીન તુસીએ એકવાર ફરીથી રામ મંદિર મુદ્દે મોટુ નિવેદન આપ્યું છે. પ્રિંસ યાકૂબે કહ્યું કે, અયોધ્યામાં રામ મંદિર બનવા અંગે હું પોતે જ તેનો પાયાનો પથ્થર મુકીશ. મને અયોધ્યામાં રામ મંદિર બનવા અંગે કોઇ જ વિરોધ નથી. અત્રે ઉલ્લેખનીય છે કે પ્રિંસ પોતાની જાતને મુગલ વંશનો ગણાવે છે. થોડા સમય પહેલા તેમણે રામ જન્મભૂમિ- બાબરી મસ્જિદ અંગે માલિકી હક વ્યક્ત કરતા પોતાને વિવાદિત સ્થળના મુતવલ્લી બનાવવા અંગેની માંગ કરી હતી. 



COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

બાબરની વસીયતનો હવાલો ટાંક્યો
પ્રિંસ યાકૂબે કથિત બાબરની વસીયતનો હવાલો ટાંકતા કહ્યું કે, બાબરે હુમાયુંને કહ્યું હતું કે અયોધ્યામાં સેનાપતિ મીર બાંકીએ ખોટી હરકત કરી હતી. આ કારણથી સમગ્ર મુંગલ વંશ પર કલંક લાગ્યો હતો. તેમણે કહ્યું કે, હુમાયુંને કહેવામાં આવ્યું હતુ કે અહીં હુકુમત કરવી છે, તો સાધુ-સંતોનું એહતરામ કરો, મંદિરોની સંભાળ રાખો. તેમણે કહ્યું કે, અમારા પુરખાઓની ભુલ અને આ મુદ્દે થયેલી રાજનીતિ માટે મે હિંદુ ધર્મના તમામ લોકોની માફી પણ માંગે છે. 


 


ઓવૈસી અને એઆઇએમપીએલબીને જોકર ગણાવ્યા
ઓલ ઇન્ડિયા મજલીસ એ ઇતેહાદ ઉલ મુસલમીન (એઆઇએમઆઇએમ)ના અધ્યક્ષ અસુદ્દીન ઓવૈસીને જોકર ગણાવ્યો હતો. સાથે જ મુસ્લિમ પર્સનલ લો બોર્ડ પર પણ શાબ્દિક પ્રહાર કર્યો. તેમણે કહ્યું કે, ઓવૈસી જેવા નેતા અને લો બોર્ડ રામ મંદિરના મુદ્દે પોતાની રાજનીતિ ચમકાવવા માટે ઉપયોગ કરી રહ્યા છે. ગત્ત 20 વર્ષોમાં ઓવૈસીએ આ મુદ્દે રાજનીતિ કરીને પોતાની જાતને સ્થાપિત કરી લીધી. તેમણે ક્હયું કે હૈદરાબાદ  હાઇકોર્ટે મને અને મારા પરિવારને વર્ષ 2002માં બહાદુરશાહના વંશજ માન્યા હતા. તેમણે કહ્યું કે હું મુગલ વંશજ હોવાના કારણે કહું છું કે ત્યાં રામ મંદિર બનવું જોઇએ અને તે પોતે જ રામ મંદિરનો પાયાનો પત્થર મુકશે.