દિયર સાથે ભાભીએ મૂક્યું રોતી ઈમોજીવાળું વોટ્સએપ સ્ટેટસ!, પછી જે થયું....પોલીસ પણ થઈ સ્તબ્ધ
Crime News: રાજસ્થાનના બાડમેરમાં દિયર અને ભાભીની હચમચાવી નાખનારી પ્રેમ કહાનીનો મામલો સામે આવ્યો છે. ભાભીએ પોતાની 2 વર્ષની માસૂમ પુત્રીને લઈને દિયર સાથે ટાંકીમાં કૂદીને જીવ આપી દીધો.
બાડમેર: રાજસ્થાનના બાડમેર જિલ્લામાં એક સનસનીખેજ ઘટનાક્રમમાં દિયર અને ભાભીના મૃતદેહ પાણીની ટાંકીમાં તરતા મળ્યા. બંનેના મૃતદેહો સાથે મહિલાની માસૂમ પુત્રીનો મૃતદેહ પણ પાણીમાં પડેલો મળ્યો. સૂચના મળતા પોલીસ ઘટનાસ્થળે પહોંચી અને ત્રણેય મૃતદેહોને બહાર કઢાવ્યા, ત્યારબાદ મૃતદેહોનું પોસ્ટમોર્ટમ કરાવીને તેમને પરિજનોને સોંપી દીધા. હાલ ત્રણેયના જો કે મોતના કારણનો ખુલાસો થયો નથી. પરંતુ એવું કહેવાય છે કે પ્રેમ પ્રસંગના ચક્કરમાં દિયર ભાભીએ મોત વ્હાલું કર્યું. પોલીસે હજુ તેની પુષ્ટિ કરી નથી. પોલીસ હાલ તપાસ કરી રહી છે.
મળતી માહિતી મુજબ આ ઘટનાક્રમ બાડમેર પોલીસ મથક હદના ડુગેરોના તલા ગામથી સંલગ્ન છે. શરૂઆતની પોલીસ તપાસમાં જાણવા મળ્યું છે કે 22 વર્ષના દેબુનું 3 વર્ષ પહેલા જ લગ્ન થયું હતું. તેનું તેના પાડોશી યુવક સાથે અફેર હતું. સંબંધમાં તે તેનો દિયર થતો હતો. પોલીસ મથક એસઆઈ ઝાકિર અલીના જણાવ્યાં મુજબ ડુગેરોના તલા રહીશ દેબુના પતિનું નામ જગદીશ છે. મહિલાએ તેની 2 વર્ષની પુત્રી લલિતા અને દિયર ખેમારામ (22) સાથે શનિવારે રાતે લગભગ 9 વાગે ટાંકીમાં પડીને આત્મહત્યા કરી.
પ્રેમ કહાની ચર્ચામાં
ઘટનાની જાણ થતા પોલીસ ઘટનાસ્થળે પહોંચી અને ત્રણેયના મૃતદેહ ટાંકીમાંથી બહાર કાઢ્યા. પોલીસે જોયું કે દિયર ભાભીના મૃતદેહ પરસ્પર લપેટાયેલા હતા. જ્યારે બાળકી બંનેની વચ્ચે ફસાયેલી હતી. મામલાની તપાસ બાડમેર તહસીલદાર કરી રહ્યા છે. ડીએસપી આનંદ સિંહના જણાવ્યાં મુજબ પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે મહિલાનું કાકા સસરાના પુત્ર સાથે પ્રેમ સંબંધ હતો. ખેમારામ ડ્રાઈવિંગ કરતો હતો. તે શનિવાર સવારે જ ઘરે આવ્યો હતો.
ઘરમાં ભાભી એકલી રહેતી હતી
પોલીસ તપાસમાં જાણવા મળ્યું કે દેવુના પતિ જગદીશ રાજકોટમાં કોલ્ડ ડ્રિંક્સની ફેક્ટરીમાં કામ કરે છે. તે ત્યાં રહે છે. દેવુ ઘરમાં એકલી રહેતી હતી. આ બધા વચ્ચે તેનું પાડોશી યુવક સાથે અફેર થઈ ગયું. એવું કહેવાય છે કે પુત્રીના જન્મ બાદથી જ બંને વચ્ચે અફેર શરૂ થઈ ગયું હતું. એવું કહેવાય છે કે શનિવારે જ્યારે બંને ઘરમાં એકલા હતા ત્યારે પાડોશીના કેટલાક લોકોએ તમને જોઈ લીધા. આ વાત દેવુના પતિ સુધી પહોંચી ગઈ. એવી આશંકા છે કે આ ડરના કારણે તેમણે આપઘાત કરી લીધો.
વોટ્સએપ સ્ટેટસ પણ મૂક્યું
આ અગાઉ જ્યારે મહિલા ઘરમાં જોવા ન મળી ત્યારે તેના પરિજનોએ તેને શોધવાનું શરૂ કરી દીધુ. ઘણીવાર સુધી શોધ્યા બાદ તેમને ત્રણેયના જૂતા-ચપ્પલ ટાંકી પાસે પડેલા જોયા. શક જતા લાઈટ ફેંકીને તેમાં જોયું તો મૃતદેહો નજરે ચડ્યા. ત્યારબાદ પોલીસને સૂચના આપવામાં આવી. આ ઘટનાક્રમ 8 એપ્રિલની રાતનો હોવાનું કહેવાય છે. મરતા પહેલા ભાભીએ ત્રણેય સાથે એક વીડિયો બનાવ્યો હતો. તેનું વોટ્સએપ સ્ટેટસ પણ લગાવ્યું હતું. તેમાં રોતી ઈમોજી હતી. પરિજનોને પહેલા તો સમયમાં નહતું આવ્યું કે તેમણે આવું કેમ કર્યું?