વિકાશીલ પણ દેવાદાર સરકાર! મોદી સરકાર પર દેવું વધ્યું, સરકારને અહીં પણ ઝટકો લાગ્યો
India debt on the rise: આ વર્ષના સપ્ટેમ્બરના અંતે જાહેર દેવું કુલ જવાબદારીઓના 89.1 ટકા હતું જે 30 જૂનના રોજ પૂરા થયેલા ક્વાર્ટરમાં 88.3 ટકા હતું, એમ નાણા મંત્રાલય દ્વારા મંગળવારે જાહેર કરાયેલા જાહેર ઋણ વ્યવસ્થાપનના ત્રિમાસિક અહેવાલમાં જણાવાયું છે.
Modi Government: વિકાસશીલ પણ મોદી સરકાર દેવાદાર છે અને એ બોજ વધતો જ જાય છે. કેન્દ્ર સરકાર પર દેવાનો બોજ વધ્યો છે. નાણા મંત્રાલયના રિપોર્ટ અનુસાર સપ્ટેમ્બરના અંતમાં સરકારની કુલ ઋણબોજ વધીને 147.19 લાખ કરોડ રૂપિયા થઈ ગઈ છે. અગાઉ જૂન ક્વાર્ટરમાં તે રૂ. 145.72 કરોડ રૂપિયા હતો. જાહેર દેવાના તાજેતરના ડેટા અનુસાર, ટકાવારીની દ્રષ્ટિએ ત્રિમાસિક ધોરણે ચાલુ નાણાકીય વર્ષ 2022-23 ના બીજા ક્વાર્ટરમાં તેમાં એક ટકાનો વધારો થયો છે.
આ વર્ષના સપ્ટેમ્બરના અંતે જાહેર દેવું કુલ જવાબદારીઓના 89.1 ટકા હતું જે 30 જૂનના રોજ પૂરા થયેલા ક્વાર્ટરમાં 88.3 ટકા હતું, એમ નાણા મંત્રાલય દ્વારા મંગળવારે જાહેર કરાયેલા જાહેર ઋણ વ્યવસ્થાપનના ત્રિમાસિક અહેવાલમાં જણાવાયું છે. કેન્દ્રએ સિક્યોરિટીઝ દ્વારા રૂ. 4,06,000 કરોડ ઊભા કર્યા છે. જેમાં કહેવામાં આવ્યું છે કે લગભગ 29.6 ટકા સરકારી સિક્યોરિટીઝ (ફિક્સ્ડ અથવા ફ્લોટિંગ ઇન્ટરેસ્ટ સિક્યોરિટીઝ) પાંચ વર્ષથી ઓછા સમયમાં પરિપક્વ થવાની છે. રિપોર્ટ અનુસાર, બીજા ક્વાર્ટર દરમિયાન કેન્દ્ર સરકારે સિક્યોરિટીઝ દ્વારા રૂ. 4,06,000 કરોડ એકત્ર કર્યા હતા જ્યારે ઉધાર કાર્યક્રમ હેઠળ રૂ. 4,22,000 કરોડની નોટિફાઇડ રકમ હતી. જ્યારે રૂ. 92,371.15 કરોડની ચૂકવણી કરી હતી.
આ પણ વાંચો: સ્ટોક ક્લિયરન્સ ઓફર! માત્ર 350 રૂપિયામાં લઇ જાવ Samsung નો ફોન
આ પણ વાંચો: ALERT! 31 ડિસેમ્બર બાદ આ 49 સ્માર્ટફોનમાં WhatsApp થઈ જશે બંધ, તમારો ફોન તો નથી ને!
આ પણ વાંચો: Kiara થી માંડીને Shanaya સુધી, ન્યૂ ઇયર પર કોપી કરો આ બોલીવુડ હસીનાઓનો લુક
Health Secret: હીરાબાના શતાયું પાછળ શું છે કારણ? જાણો ફિટનેસનું રહસ્ય
આ પણ વાંચો: Beware: Vodafone-idea 5G સેવા શરૂ! મેસેજ આવે તો રહેજો સાવધાન નહીં તો...
આ પણ વાંચો: જૂની ગાડીઓની લે-વેચ મામલે સરકારનો મોટો નિર્ણય, 1 એપ્રિલથી બદલાઈ જશે આ નિયમો
આ પણ વાંચો: સરકારનો આદેશ: ભારતમાં નહી વેચાય આ Smartphones, જાણો કેમ લીધો આ નિર્ણય
વર્તમાન નાણાકીય વર્ષ 2022-23 ના બીજા ક્વાર્ટરમાં વેઇટેડ એવરેજ યીલ્ડ પ્રથમ ક્વાર્ટરમાં 7.23 ટકાથી વધીને 7.33 ટકા થઈ છે. Q2 માં નવી જાહેર કરાયેલી સિક્યોરિટીઝની પરિપક્વતાની વેઇટેડ એવરેજ અવધિ Q1 માં 15.69 વર્ષની સામે 15.62 વર્ષ હતી.
વિદેશી મુદ્રા ભંડારમાં ઘટાડો
સરકારે જુલાઈ-સપ્ટેમ્બર ક્વાર્ટરમાં રોકડ વ્યવસ્થાપન બિલ્સ એટલે કે ટૂંકા ગાળાની સિક્યોરિટીઝ દ્વારા રોકડ વ્યવસ્થાપન માટે કોઈ રકમ એકત્ર કરી નથી. રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાએ આ સમયગાળા દરમિયાન સરકારી સિક્યોરિટીઝમાં કોઈ ઓપન માર્કેટ કામગીરી હાથ ધરી નથી. વિદેશી મુદ્રા ભંડારના સંદર્ભમાં, અહેવાલમાં જણાવાયું છે કે તે 30 સપ્ટેમ્બર, 2022 ના રોજ 532.66 અબજ ડોલર હતું, જે 24 સપ્ટેમ્બર, 2021 ના રોજ 638.64 અબજ રહ્યું છે. 1 જુલાઈ 2022થી 30 સપ્ટેમ્બર 2022 દરમિયાન ડોલર સામે રૂપિયામાં 3.11 ટકાનો ઘટાડો થયો છે.
આ પણ વાંચો: આ સ્ટારકિડ્સની બોલ્ડનેસની બોલબાલા, ફોટો જોઇ ફેન્સ થયા પાણી પાણી!
આ પણ વાંચો: ટિકિટ કેન્સલ કર્યા વિના પણ રિઝર્વેશનની તારીખોમાં કરી શકો છો ફેરફાર, જાણો રીત
આ પણ વાંચો: પાર્ટીમાં ન્યાસાના બોલ્ડ લુકનો વિડીયો થયો લીક, ટલ્લી જોઇ ટ્રોલ કરવા લાગ્યા ફેન્સ
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube