Modi-Modi Slogans In Temple: રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોત શુક્રવારે જૈસલમેર પાસે રામદેવરામાં લોકદેવતા બાબા રામદેવ મંદિરમાં દર્શન કરવા માટે પહોંચ્યા હતા. આ દરમિયાન ત્યાં હાજર કેટલાક શ્રદ્ધાળુઓએ સીએમ અશોક  ગેહલોત સામે જ મોદી મોદીના નારા લગાવવા માંડ્યા. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. જો કે મોદી મોદીના નારા મંદિરમાં લગાવવા છતાં સીએમ અશોક ગેહલોત મરક મરક હસતાં જોવા મળ્યા. તેમણે કોઈ પણ નારાજગી વ્યક્ત કર્યા વગર બધાનું અભિવાદન કર્યું અને આગળ વધી ગયા. અત્રે જણાવવાનું કે સીએમ અશોક ગેહલોત સામે મંદિરમાં મોદી મોદીના નારા લાગવાનો વીડિયો કેન્દ્રીય જળશક્તિ મંત્રી ગજેન્દ્ર સિંહ શેખાવતે પોતે ટ્વીટ કરી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

કેન્દ્રીય મંત્રીએ લીધી મજા
કેન્દ્રીય જળશક્તિ મંત્રી ગજેન્દ્ર સિંહ શેખાવતે આ ઘટનાનો વીડિયો ટ્વીટ કરતા કેપ્શનમાં લખ્યું કે રામદેવરા પહોંચતા સીએમ ગેહલોતનું સ્વાગત આપણા પ્રધાનમંત્રીના નામના નારાથી થયું. શ્રદ્ધાળુઓ નારા લગાવીને પોતાની પસંદ જણાવી રહ્યા હતા અને ગેહલો હાથ હલાવીને અભિવાદન સ્વીકારી રહ્યા હતા. હવે સીએમ સાહેબ કહેશે કે 'હું લોકપ્રિય છું, લોકો મને જોઈને નારા લગાવે છે.'


કેવી રીતે થઈ નારાની શરૂઆત
એક પ્રત્યક્ષદર્શીએ જણાવ્યું કે મુખ્યમંત્રી અશોક ગેહલોતે મંદિર પરિસરમાં વીઆઈપી માટે બનેલા માર્ગથી પ્રવેશ કર્યો અને જ્યારે તેઓ બાબા રામદેવની સમાધિ તરફ જઈ રહ્યા હતા તે વખતે લાઈનમાં ઉભેલા કેટલાક શ્રદ્ધાળુઓના જૂથે રાજકીય નારા લગાવ્યા. 


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube