Dev Uthani Ekadashi 2022: આજના દિવસે ભૂલેચૂકે તુલસીના પાન તોડવા નહીં, જળ પણ ન ચડાવતા, જાણો કારણ
Dev Uthani Ekadashi 2022: હિન્દુ ધર્મમાં દેવઉઠી એકાદશીને ખુબ જ મહત્વની ગણવામાં આવે છે. કારણ કે આ દિવસે સૃષ્ટિના સંચાલક ભગવાન વિષ્ણુ 4 મહિનાની નિંદ્રામાંથી જાગે છે. આ એકાદશીને દેવઉઠની એકાદશી અને દેવ પ્રબોધિની એકાદશી પણ કહેવાય છે. હવે શુભ કાર્યની શરૂઆત પણ થઈ જશે.
Dev Uthani Ekadashi 2022: હિન્દુ ધર્મમાં દેવઉઠી એકાદશીને ખુબ જ મહત્વની ગણવામાં આવે છે. કારણ કે આ દિવસે સૃષ્ટિના સંચાલક ભગવાન વિષ્ણુ 4 મહિનાની નિંદ્રામાંથી જાગે છે. આ એકાદશીને દેવઉઠની એકાદશી અને દેવ પ્રબોધિની એકાદશી પણ કહેવાય છે. હવે શુભ કાર્યની શરૂઆત પણ થઈ જશે.
દેવઉઠી એકાદશીએ ભગવાન વિષ્ણુની ખાસ પૂજા કરવામાં આવે છે. તથા તેમને શંખ, ઘંટી વગેરે વગાડીને જગાડવામાં આવે છે. દેવઉઠી એકાદશીએ તુલસી વિવાહ કરવામાં આવે છે. જેમાં તુલસીના ભગવાન શાલિગ્રામ સાથે વિવાહ કરાય છે અને ત્યારબાદથી મંગળકાર્યો શરૂ થાય છે. એકાદશીના દિવસે તુલસીનું ખુબ મહત્વ હોય છે. એવું કહેવાય છે કે તુલસી ભગવાન વિષ્ણુને ખુબ જ પ્રિય છે અને તુલસી વગર ભગવાન વિષ્ણુની પૂજા અધૂરી ગણવામાં આવે છે. તુલસીને હિન્દુ ધર્મમાં ખુબ જ પવિત્ર ગણવામાં આવે છે. ભારતમાં તુલસીનો છોડ લગભગ દરેક ઘરમાં મળી આવે છે. એવું કહેવાય છે કે તુલસીમાં માતા લક્ષ્મીનો વાસ હોય છે. જે પણ ઘરમાં તુલસીનો છોડ લગાવવામાં આવે છે તે ઘર પર માતા લક્ષ્મી અને ભગવાન વિષ્ણુની કૃપા રહે છે.
તુલસીનું ધાર્મિક મહત્વ હોવાની સાથે સાથે તે આપણા સ્વાસ્થ્ય માટે પણ ખુબ જ ફાયદાકારક સાબિત થાય છે. આયુર્વેદમાં તુલસીના અનેક ફાયદા વિશે ગણાવવામાં આવ્યું છે. જ્યારે વાસ્તુ શાસ્ત્રમાં પણ તુલસીનું ખાસ મહત્વ છે. વાસ્તુ શાસ્ત્ર મુજબ દરેક ઘરમાં તુલસીના છોડને રોજ પાણી અપાય છે. તેની પૂજા કરવામાં આવે છે. આ પ્રથા પૌરાણિક સમયથી ચાલતી આવે છે. જો કે કેટલાક દિવસ એવા પણ હોય છે કે તુલસીના છોડને પાણી આપવું વર્જિત મનાય છે. એવું માનવામાં આવે છે કે તુલસીના છોડને રવિવાર અને એકાદશીના દિવસે જળ ચડાવવું જોઈએ નહીં. જો તમે રવિવાર અને એકાદશીના દિવસે તુલસીને જળ ચડાવશો તો તેનાથી બરબાદી થઈ શકે છે. જાણો તેની પાછળનું કારણ!
એકાદશીએ કેમ તુલસીને જળ અર્પણ ન કરવું જોઈએ?
ધાર્મિક માન્યતા મુજબ એવું કહેવાય છે કે દેવી તુલસીના વિવાહ એકાદશીના દિવસે વિષ્ણુ ભગવાનના જ એક સ્વરૂપ શાલિગ્રામજી સાથે થયા હતા. હકીકતમાં દેવઉઠી એકાદશીના દિવસે તમામ રિતી રિવાજો સાથે બંનેના લગ્ન થયા હતા. એવું પણ મનાય છે કે દેવી તુલસી એકાદશીનું વ્રત રાખે છે અને જો તમે તે દિવસે જળ ચડાવો તો તેમનું વ્રત તૂટી જશે. જેથી કરીને ગુસ્સામાં છોડ પણ સૂકવવા લાગે છે. એકાદશીના દિવસે તુલસીના પાન તોડવાથી પણ બચવું જોઈએ.
કેમ ન તોડવા જોઈએ તુલસીના પાન?
તુલસીના પાન એકાદશીના દિવસે તોડવા એ અશુભ ગણાય છે. આમ કરવાથી ભગવાન વિષ્ણુ અને તુલસી માતા નારાજ થાય છે. આ સાથે જ એકાદશીના દિવસે તુલસીના પાન તોડવાથી ઘરમાં નકારાત્મકતા આવે છે અને ગૃહ કલેશ વધવા લાગે છે. આ ઉપરાંત રવિવાર અને મંગળવારના દિવસે પણ તુલસીના પાન તોડવાથી બચવું જોઈએ. તુલસીના પાન સાંજે અને રાતના સમયે પણ તોડવાથી બચવું જોઈએ. તુલસીના પાન તોડવા માટે સવારનો સમય શુભ ગણાય છે.
કઈ રીતે તોડવા જોઈએ પાન
તુલસીના પાનને નખથી ન તોડવા જોઈએ. તોડતી વખતે અંગૂઠો અને તર્જની આંગળીનો ઉપયોગ કરવો જોઈએ. તુલસીના છોડને ક્યારેય પણ સ્નાન કર્યા વગર સ્પર્શ કરવો જોઈએ નહીં. તેનાથી ભગવાન વિષ્ણુ તમારાથી નારાજ થઈ શકે છે.
રવિવારે તુલસીને જળ કેમ ન ચડાવવું જોઈએ?
હિન્દુ ધર્મમં તુલસીના છોડનો ઉપયોગ તમામ પ્રકારના ધાર્મિક અને શુભ કાર્યોમાં થાય છે. તુલસીના છોડને રોજ પાણી આપવું ખુબ ફાયદાકારક ગણાય છે. જો કે રવિવારે પાણી આપવાથી બચવું જોઈએ. કારણ કે એવું મનાય છે કે દેવી તુલસી રવિવારે ભગવાન વિષ્ણુ માટે વ્રત રાખે છે અને જો તમે તે દિવસે જળ અર્પણ કરો તો તેમનું વ્રત તૂટી જશે.
એવું પણ મનાય છે કે જો તમે રવિવારના દિવસે તુલસીના છોડ પર જળ અર્પણ કરો તો તમારા ઘરમાં નકારાત્મક શક્તિઓ વસે છે. તેનાથી તમારે જીવનમાં અનેક પરેશાનીઓનો સામનો કરવો પડી શકે છે અને દેવી લક્ષ્મી પણ નારાજ થાય છે. આવામાં રવિવારે તુલસીના છોડને સ્પર્શ કરવો અને તેના પાન તોડવાનું પણ વર્જિત મનાય છે.
(Disclaimer: અહીં અપાયેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારીઓ પર આધારિત છે, ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)