આ છે કોરોનાથી બચવાની સૌથી સસ્તી અને અસરદાર દવા! WHO એ પણ ગણાવી સુરક્ષિત
કોરોના વાયરસથી (Coronavirus) બચવા માટે અત્યાર સુધી ઘણી બધી દવાઓનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. વૈજ્ઞાનિકો ગયા 6 મહિનાથી દર્દીઓને બચાવા માટે ક્યારેક હાઇડ્રોક્સીક્લોરોક્વીન તો ક્યારેક બીસીજીની દવાને સાચી માની ચૂક્યા છે.
નવી દિલ્હી: કોરોના વાયરસથી (Coronavirus) બચવા માટે અત્યાર સુધી ઘણી બધી દવાઓનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. વૈજ્ઞાનિકો ગત 6 મહિનાથી દર્દીઓને બચાવા માટે ક્યારેક હાઇડ્રોક્સીક્લોરોક્વીન તો ક્યારેક બીસીજીની દવાને સાચી માની ચૂક્યા છે. પરંતુ તાજેતરમાં થયેલી એક શોધમાં જાણવાં મળ્યું છે કે આ બધાથી અલગ એક સ્ટેરોઈડની દવા છે જે કોરોના વાયરસ સંક્રમણના ગંભીર દર્દીઓ માટે જીવનદાન સાબિત થઈ રહી છે.
કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...
તાજેતરમાં ઈંગ્લેન્ડ ના વૈજ્ઞાનિકોએ પોતાની એક શોધમાં જાણ્યું કે કોરોના સંક્રમિત દર્દીઓના ઈલાજમાં Dexamethasone ખૂબ જ કારગર અને સસ્તી દવા છે. એક રિસર્ચમાં દાવો કરવામાં આવ્યો છે કે સોજાને ઓછો કરવા માટે ઉપયોગમાં લેનાર સ્ટેરોઈડ Dexamethasone કોરોના વાયરસ સંક્રમણમાં જબરદસ્ત કામમાં આવી રહી છે. જે દર્દીઓની હાલત ગંભીર છે તેમનો જીવ બચાવામાં આ સફળ સાબિત થઈ છે. રિસર્ચના ડેટામાં જાણવાં મળ્યું છે કે તેના ઉપયોગથી વેન્ટિલેટર પર રાખવામાં આવેલા દર્દીઓનો મૂત્યુંદરમાં 33.33% અને ઓછા ગંભીર લક્ષણોવાળા દર્દીઓમાં 20% સુધી ઓછા થઇ ગયા હતા.
Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube