નવી દિલ્હી : ડીજીસીએએ કહ્યું કે, ઇન્ડિયન એરલાઇન્સ કંપનીઓએ યાત્રીઓની સુરક્ષાના કારણોથી ઇરાની વાયુક્ષેત્રનાં પ્રભાવિત હિસ્સામાં ઉડ્યન કરતી અટકાવવાથી બચવા અને ઉડ્યનનો માર્ગ પુન: નિર્ધારિત કરવાનો નિર્ણય લીધો છે. અત્રે ઉલ્લેખનીય છે કે, ઇરાન દ્વારા અમેરિકી સૈન્ય ડ્રોનને તોપી પાડવામાં આવ્યા બાદ વિશ્વની મુખ્ય એરલાઇન્સ કંપનીઓએ શુક્રવારે પોતાની ઉડ્યનોનાં માર્ગ બદલવાનું ચાલુ કરી દીધું છે જેથી હોર્મુઝ જલડમરુની વચ્ચે અને આસપાસનાં વિસ્તારથી બચી શકાય. એવું એટલા માટે કારણ કે અમેરિકાએ ચેતવણી ઉચ્ચારી છે કે વાણિજ્યિક એરલાઇન્સ પર ભુલથી પણ હુમલો થઇ શકે છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પ્રેમ કે એટ્રેક્શન નહી પરંતુ આ કરવા માટે 4 માંથી 1 યુવતી ડેટ પર જાય છે !
અન્ય એરલાઇન્સ કંપનીઓએ શું કહ્યું
ઓસ્ટ્રેલિયાની ક્વાંટસ, બ્રિટિશ એરવેઝ, નેધરલેન્ડની કેએલએમ, એમિરેટ્સ, જર્મની, લુફ્થાંસા, મલેશિયા એરલાઇન્સ અને સિંગાપુર એરલાઇન્સે કહ્યું કે, તેઓ ઝડપથી ક્ષેત્રથી ઉડ્યનથી દુર રહેશે. વૈશ્વિક એરલાઇન્સને દિશા નિર્દેશ આપનારી કંપની ઓપીએસજીઆરઓયૂપીએ ચેતવણી ઉચ્ચારતા કહ્યું કે, કોઇ નાગરિક વિમાનને દક્ષિણી ઇરાનમાં તોડી પડાયાનું વાસ્તવિક છે. 


પરિવાર સાથે પૈતૃક ગામ પહોંચ્યા NSA અજીત ડોભાલ, ગ્રામીઓમે કર્યું ભવ્ય સ્વાગત
ડિપ્રેશનથી પીડાતા વ્યક્તિએ 3 માસૂમ બાળકો અને પત્નીનું ગળું ચીરીને હત્યા કરી નાખી
ઇરાન અને અમેરિકા વચ્ચે તણાવ વધ્યો
ગુરૂવારે ઇરાનની તરફથી છોડવામાં આવેલા જમીન પરથી હવામાં માર કરતી મિસાઇલ થકી અમેરિકી નૌસેનાનાં માનવરહિત વિમાન આરક્યુ 4A ગ્લોબલ હોકને તોડી પાડવામાં આવ્યા બાદ સંઘીય ઉડ્યન તંત્ર (FAA) દ્વારા આ ક્ષેત્રમાં ખોટી ઓળખ અથવા ખોટા અનુમાનની સંભાવનાની ચેતવણી આપી છે. અમેરિકાનાં ઉક્ત ડ્રોન વિમાનનાં પંખા બોઇગ 737 જેટથી મોટા તા અને તેની કિંમત 10 કરોડ અમેરિડી ડોલર કરતા પણ વધારે હતી. અમેરિકાએ કહ્યું કે, પહેલા  ઇરાન પર સીમિત હુમલાની યોજના બનાવી હતી પરંતુ ત્યાર બાદ તેને પરત ખેંચી લીધો હતો.