ડિપ્રેશનથી પીડાતા વ્યક્તિએ 3 માસૂમ બાળકો અને પત્નીનું ગળું ચીરીને હત્યા કરી નાખી

દેશની રાજધાની દિલ્હીમાં હચમચાવી નાખે તેવો મામલો સામે આવ્યો છે. દિલ્હીના મહેરોલી વિસ્તારમાં એક વ્યક્તિએ પોતાના પરિવારના તમામ લોકોની હત્યા કરી નાખી. પરિવારમાં પત્ની અને ત્રણ બાળકો સામેલ હતાં. આરોપી  પતિનું નામ ઉપેન્દ્ર શુક્લા છે. તે ટીચર હતો. શુક્રવારે રાતે 1થી દોઢ વાગ્યાની વચ્ચે તેણે ચાકૂના ઘા ઝીંકીને લોકોની હત્યા કરી નાખી. 

Updated By: Jun 22, 2019, 03:47 PM IST
ડિપ્રેશનથી પીડાતા વ્યક્તિએ 3 માસૂમ બાળકો અને પત્નીનું ગળું ચીરીને હત્યા કરી નાખી

નવી દિલ્હી: દેશની રાજધાની દિલ્હીમાં હચમચાવી નાખે તેવો મામલો સામે આવ્યો છે. દિલ્હીના મહેરોલી વિસ્તારમાં એક વ્યક્તિએ પોતાના પરિવારના તમામ લોકોની હત્યા કરી નાખી. પરિવારમાં પત્ની અને ત્રણ બાળકો સામેલ હતાં. આરોપી  પતિનું નામ ઉપેન્દ્ર શુક્લા છે. તે ટીચર હતો. શુક્રવારે રાતે 1થી દોઢ વાગ્યાની વચ્ચે તેણે ચાકૂના ઘા ઝીંકીને લોકોની હત્યા કરી નાખી. 

બિહાર: લાલુ યાદવની બેનામી સંપત્તિ ટાંચમાં લેવાશે, આવકવેરા વિભાગે લગાવી અંતિમ મહોર

ડિપ્રેશનનો શિકાર હતો આ ટીચર
મૃતક બાળકોમાં એક 2 મહિનાની છોકરી, એક 7 વર્ષની છોકરી અને એક 5 વર્ષનો છોકરો તથા પત્ની સામેલ હતાં. આરોપી ડિપ્રેશનમાં રહેતો હતો હોવાનું જાણવા મળ્યું છે. જે ઘરમાં બધાની હત્યા થઈ તે જ ઘરમાં સાસુ રહેતી હતી. તેણે જોયું કે ઉપેન્દ્ર દરવાજો ખોલી રહ્યો નથી. 

રેપના આરોપી BSP સાંસદ અતુલ રાયે દોઢ મહિના બાદ વારાણસી કોર્ટમાં કર્યું સમર્પણ

પાડોશીઓએ પોલીસને આપી સૂચના
શનિવારે સવારે જ્યારે પાડોશીઓએ ઘરનો દરવાજો ખટકાવ્યો તો તે ખુલ્યો નહીં. ત્યારબાદ તેમણે પોલીસને જાણ કરી. ઘટનાની જાણકારી મળતા જ પોલીસ ઘટનાસ્થળે પહોંચી અને ઘરનો દરવાજો ખોલ્યો તો સ્તબ્ધ થઈ ગઈ. સાઉથ દિલ્હીના ડીસીપીએ જણાવ્યું કે ઉપેન્દ્રની ધરપકડ કરી લેવાઈ છે અને હાલ પૂછપરછ ચાલુ છે. ડીસીપીએ વધુમાં જણાવ્યું કે ઉપેન્દ્રએ બાળકો અને પત્નીના ગળા પર પ્રહાર કર્યા હતાં. પોલીસે તે ચાકૂ પણ જપ્ત કરી લીધુ છે. 

જુઓ LIVE TV

હત્યાનું કારણ સ્પષ્ટ નથી
પોલીસ અધિકારીઓનું કહેવું છે કે વ્યક્તિએ જે નોટ છોડી છે તેમાં સ્પષ્ટ રીતે કશું લખ્યું નથી. તેણે શા માટે બધાની હત્યા કરી, પરિવારના લોકોને મોતને ઘાટ ઉતાર્યા તેના કારણનો ઉલ્લેખ કર્યો નથી. આરોપી બિહારના ચંપારણનો રહીશ છે. ઉપેન્દ્રએ લખેલી બે નોટ લાશ પાસેથી મળી આવી છે. એક હિન્દી અને એક અંગ્રેજીમાં છે. જેમાં ખાલી એટલું લખ્યું છે કે બધી હત્યા તેણે કરી છે અને આ માટે તે જવાબદાર છે. 

દેશના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...