નવી દિલ્હી: DGCA એ સ્પાઈસ જેટ પર મોટી કાર્યવાહી કરી છે અને તેના 90 પાઈલટ્સને બોઈંગ 737 મેક્સ ઉડાવતા રોક્યા છે. DGCA એ સિમ્યુલેટર ટ્રેનિંગમાં ખામીઓની જાણ થયા બાદ આ પગલું ભર્યું છે અને આ પાઈલટ્સે સંતુષ્ટી માટે ફરીથી ટ્રેનિંગમાંથી પસાર થવું પડશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ફરીથી લેવી પડશે ટ્રેનિંગ
DGCA ની કાર્યવાહીની પુષ્ટિ કરતા સ્પાઈસજેટના એક પ્રવક્તાએ કહ્યું કે DGCA એ 90 પાઈલટ્સની તાલિમ પ્રોફાઈલ પર એક ઓબ્ઝર્વેશન કર્યું હતું અને તેમને બોઈંગ 737 મેક્સ ઉડાવતા રોકવાનો નિર્દેશ આપ્યો છે. DGCA ના નિર્દેશ મુજબ સ્પાઈસજેટે 90 પાઈલટ્સને મેક્સ વિમાન ઉડાવતા રોક્યા છે. આ પાઈલટ્સ DGCA ના સંતોષ ખાતર ફરીથી ટ્રેનિંગમાંથી પસાર થશે. 


દેશના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube