Dhanbad judge death case: ધનબાદના જજના મોતની તપાસ કરશે CBI, ઝારખંડ સરકારે આપી મંજૂરી
ધનબાદમાં જજ ઉત્તમ આનંદની એક વાહનથી કથિત રીતે કચડવાથી મોતના મામલામાં સતત અપડેટ સામે આવી રહ્યાં છે. હવે રાજ્ય સરકારે આ તપાસ સીબીઆઈના હવાલે કરી દીધી છે.
રાંચીઃ ઝારખંડ સરકારે ધનબાડના એડીજે ઉત્તમ આનંદના મોતની તપાસ સીબીઆઈ પાસે કરાવવાનો નિર્ણય લીધો છે. મુખ્યમંત્રી હેમંત સોરેને આ સંબંધમાં સીબીઆઈ તપાસની ભલામણ કરી છે.
પ્રાપ્ત જાણકારી અનુસાર શનિવારે રાજ્ય પોલીસ મુખ્યાલયે રાજ્ય સરકારને સંપૂર્ણ મામલાની તપાસ સીબીઆઈ પાસે કરાવવાનો પ્રસ્તાવ આપ્યો હતો. તેના પર શનિવારે સાંજે સહમતિ બની છે. 28 જુલાઈએ સવારે ધનબાદમાં મોર્નિંગ વોક દરમિયાન એક ઓટો દ્વારા ટક્કર મારવાને કારણે જજ ઉત્તમ આનંદનું મોત થયું હતું. ઝારખંડ પોલીસે મામલામાં તત્કાલ કાર્યવાહી કરતા ઘટનામાં ઉપયોગમાં લીધેલ ઓટો અને તેના ચાકલને દબોડી લીધો હતો. મુખ્યમંત્રીની પહેલ પર મામલાની તત્કાલ તપાસ અને દોષીતોને સજા આપવા માટે એસઆઈટીની રચના કરી હતી. એડીજી અભિયાન સંજય આનંદ લાઠકરના નેતૃત્વમાં 22 સભ્યની એસઆઈટી હાલ સમગ્ર કેસની તપાસ કરી રહી છે. એસઆઈટી તપાસમાં આવેલા તથ્યોને પણ સીબીઆઈ હેડક્વાર્ટર મોકલવામાં આવશે.
Corona: ફરીથી લાગૂ થશે લૉકડાઉન? કેન્દ્રએ 10 રાજ્યોને કહ્યું- પ્રતિબંધ પર કરો વિચાર
3 ઓગસ્ટ સુધી કોર્ટને સોંપવામાં આવશે રિપોર્ટ
રાજ્ય સરકાર જજના મોતની તપાસ અને અન્ય કાર્યવાગીઓ વિશે 3 ઓગસ્ટ સુધી વિસ્તૃત રિપોર્ટ સુપ્રીમ કોર્ટ અને ઝારખંડ હાઈકોર્ટને સોંપશે. રાજ્યની અદાલતો તથા જજોની સુરક્ષાને લઈને પણ એક સ્ટેટસ રિપોર્ટ રાજ્ય સરકાર તરફથી સોંપવામાં આવશે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube