Corona: ફરીથી લાગૂ થશે લૉકડાઉન? કેન્દ્રએ 10 રાજ્યોને કહ્યું- પ્રતિબંધ પર કરો વિચાર

10 રાજ્યોમાં કોરોનાના કેસ અને પોઝિટિવિટી રેટ વધવા પર કેન્દ્રએ ચિંતા વ્યક્ત કરી છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય સચિવે આ રાજ્યોના અધિકારીઓ સાથે સમીક્ષા બેઠક કરી મહત્વની સલાહ આપી છે. 
 

Corona: ફરીથી લાગૂ થશે લૉકડાઉન? કેન્દ્રએ 10 રાજ્યોને કહ્યું- પ્રતિબંધ પર કરો વિચાર

નવી દિલ્હીઃ ઘણા રાજ્યોમાં કોરોના વાયરસના નવા કેસમાં વધારો અને પોઝિટિવિટી રેટમાં વધારા બાદ કેન્દ્ર સરકારે પ્રતિબંધોને ફરીથી લાગૂ કરવા પર વિચાર કરવાનું કહ્યું છે. કોરોનાના વધી રહેલા કેસને જોતા કેન્દ્રીય સ્વાસ્થ્ય સચિવ રાજેશ ભૂષણે શનિવારે 10 રાજ્યો સાથે એક હાઈ લેવલ બેઠક કરી હતી. સ્વાસ્થ્ય સચિવે કેરલ, મહારાષ્ટ્ર, કર્ણાટક, તમિલનાડુ, ઓડિશા, અસમ, મિઝોરમ, મેઘાલય, આંધ્ર પ્રદેશ અને મણિપુરના પ્રતિનિધિઓને કહ્યું કે, છેલ્લા કેટલાક સપ્તાહમાં 10 ટકાથી વધુ પોઝિટિવિટી રિપોર્ટ કરનાર બધા જિલ્લામાં સખત પ્રતિબંધ પર વિચાર કરવાની જરૂર છે. મંત્રાલયે કહ્યું કે, આ સ્તર પર કોઈપણ પ્રકારની ઢીલથી સ્થિતિ બગડી શકે છે. 

બેઠકમાં હાજર આઈસીએમઆરના ડાયરેક્ટર જનરલ ડો. બલરામ ભાર્ગવે કહ્યુ કે, દરરોજ 40000 કેસની સાથે સમજુતી કરવાની જરૂર નથી ભારતમાં લગભગ 46 જિલ્લાના 10 ટકાથી ટકાથી વધુ પોઝિટિવિટી રેટ રિપોર્ટ કરી રહ્યાં છે અને 53 જિલ્લા એવા છે જે ખતરા તરફ વધી રહ્યાં છે. અહીં પોઝિટિવિટી રેટ 5થી 10 ટકા વચ્ચે છે. કોરોનાના નવા કેસમાં વધારો જોતા મંત્રાલય તરફથી રાજ્યોને 4 પોઈન્ટમાં દિશાનિર્દેશ આપવામાં આવ્યા છે. 

જેમાં પ્રથમ છે કે જ્યાં કેસ વધુ સામે આવી રહ્યાં છે ત્યાં કાબુ કરવાના પ્રયાસ કરવામાં આવે અને સર્વેલાન્સ કરવામાં આવે. બીજી વાત કેસનું મેપિંગ કરવામાં આવે અને સંપર્કમાં આવેલા લોકોની જાણકારી મેળવવામાં આવે અને નિયંત્રણ ક્ષેત્રોની ઓખળ કરવાની છે. ત્રીજો નિર્દેશ ગ્રામિણ વિસ્તારમાં સ્વાસ્થ્યના પાયાના માળખાને વધારવુ અને બાળ ચિકિત્સા પર ધ્યાન આપવાનું છે. ચોથો નિર્દેશ છે કે મોતો પર નજર રાખવી અને ગણતરી કરવી. 

મંત્રાલયે કહ્યું કે, 10 રાજ્યોમાં 80 ટકાથી વધુ સક્રિય કેસ હોમ આઇસોલેશનમાં છે. આ લોકો પર નજર રાખવાની જરૂરીયાત પર ભાર આપતા મંત્રાલયે કહ્યું કે, આ દર્દીઓના સર્વેલાન્સ માટે સમુદાય, ગામ, શેરીઓ અને વોર્ડ સ્તર પર ધ્યાન આપવું જોઈએ અને માહિતી મેળવવી જોઈએ કે તેને હોસ્પિટલમાં દાખલ કરવાની જરૂર તો નથીને. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news