માત્ર સોનુ-ચાંદી નહિ, રાશિ પ્રમાણે ધનતેરસ પર આ વસ્તુઓ ખરીદવાથી થશે ધનવર્ષા
હવે સમગ્ર દેશમાં ધનતેરસનો પર્વ ધામધૂમથી ઉજવાઈ રહ્યો છે. ધનતેરસ પર લોકો ભગવાન ધન્વન્તરીની પૂજા કર્યા બાદ ભગવાન પાસેથી જીવનમાં સુખ-સમૃદ્ધિ, આરોગ્ય અને લાંબા આયુષ્યની કામના કરે છે. ભગવાન ધન્વનતરીને સંપૂર્ણ સંસારના પહેલા વૈદ્યના રૂપમાં ઓળખવામાં આવે છે. આજના દિવસે તેમનું અવતરણ થયું હતું. તેથી ધનતેરસના દિવસે ભગવાન ધન્વન્તરી અને ધનના દેવતા કુબેરની પૂજાનું વિધાન છે. ધનતેરસના દિવસે દરેક વ્યક્તિ એવું વિચારે છે કે, આ દિવસે એવું તો શુ ખરીદવું જેનાથી લાભની પ્રાપ્તિ થાય. ધનતેરસ પર રાશિ અનુસાર શું ખરીદવું.
મેષ
સોનાની ખરીદારી મેષ રાશિઓ માટે વધુ ફાયદાકારક રહેશે. આ ઉપરાંત તમારા માટે સ્ટીલના વાસણ કે ધાતુના દાગીના, જમીન, ભવનમાં ઈન્વેસ્ટમેન્ટ પણ ફાયદાકારક રહેશે.
વૃષભ
ચાંદીની કોઈ પણ વસ્તુ (પાત્ર, મૂર્તિ), ગાય-વાછરડાની જોડી ખરીદવી શુભ રહેશે. કોડી ખરીદીને ઘર લાવો અને લક્ષ્મી પૂજાના સમયે તેમની પૂજા કરો. તેના બાદ તે કોડી રૂપિયા રાખવાના સ્થાન પર મૂકો. તેનાથી તમારા ઘરમાં ક્યારેય રૂપિયાની અછત નહિ આવે.
મિથુન
કાંસની ગણેશ મૂર્તિ અને માટીના દીવા ખરીદવું શુભ રહેશે.
કર્ક
સ્ફટીક અથવા ચાંદીનું શ્રી યંત્ર ખરીદો. તે તમારા માટે શુભ અને વિશેષ ફળદાયી રહેશે.
સિંહ
તાંબાનું પાત્ર ખરીદો, તેનાથી મા લક્ષ્મી વિશેષ કૃપા થશે.
કન્યા
કાંસુ તથા હાથી દાંતની બનેલી વસ્તુ ખરીદીને પૂજા સ્થળ પર રાખો, લાભ થશે.
તુલા
ચાંદીનું શ્રી યંત્ર અથવા સિક્કો અવષ્ય ખરીદો.
વૃશ્ચિક
તાંબું, પંચધાતુનું પાત્ર અથવા શ્રી યંત્ર અને સ્વસ્તિક ખરીદવું. તેની સાથે થોડા ઘઉં અને ગોળ પણ ઘરમાં લાવો.
ધન
કેસર, હળદી અને ભગવાનના વસ્ત્ર ખરીદો.
મકર઼
કપડા, ચાંદીના આભૂષણ અને વાસણો ખરીદવું શુભ રહેશે.
કુંભ
જમીન, વાહન, સોનુ અને થોડું ઈન્વેસ્ટમેન્ટ કરવું ફળદાયી રહેશે.
મીન
પિત્તળના વાસણો, સોનુ કે ચાંદીના સિક્કા ખરીદવા ફાયદાકારક રહેશે.