આજે ધનતેરસઃ જાણો પૂજાનું શુભ મુહૂર્ત કયું છે અને તેની વિધી
ધનતેરસ પર મા લક્ષ્મીનો આર્શીવાદ મેળવવા માટે તેમની પૂજા કરાય છે. માનવામાં આવે છે, મા લક્ષ્મી અને દેવ કુબેરને પ્રસન્ન કરવાથી વ્યક્તિને ક્યારેય ધનનું સંકટ નથી આવતું. તેનાથી લાભ થાય છે.
દિવાળીના બે દિવસ પહેલા ધનતેરસનો તહેવાર ઉજવવામાં આવે છે. એવી માન્યતા છે કે, આ દિવસે એટલે કે ધનત્રયોદશીના દિવસે ભગવાન ધનવંતરીનો જન્મ થયો હતો. ત્યારથી ધનત્રયોદશીના દિવસને ધનતેરસના રૂપમાં ઉજવવામાં આવ્યો અને આ દિવસે ધનતેરસના રૂપમાં પૂજવામાં આવે છે. આ વખતે 5 નવેમ્બરના રોજ ધનતેરસ છે. આ દિવસે ખરીદારી કરવી શુભ માનવામાં આવે છે. ખાસ કરીને વાસણો અને દાગીનાની ખરીદી કરાય છે. આ વખતે લોકોને ધનતેરસની પૂજા કરવા માટે માત્ર 1 કલાક 55 મિનીટનો જ સમય મળ્યો છે.
ધનતેરસ 2018નું મુહૂર્ત
- ધનતેરસની પૂજાનું શુભ મુહૂર્ત - 5 નવેમ્બર સાંજે 6.05 વાગ્યાથી 8.01 સુધી
- શુભ મુહૂર્તનો સમય - 1 કલાક 55 મિનીટ
- પ્રદોષ કાળ - સાંજે 5.29થી રાત્રે 8.07 વાગ્યા સુધી
- વૃષભ કાળ - સાંજે 6.05 વાગ્યાથી રાત્રે 8.01 વાગ્યા સુધી
- ત્રયોદશી તિથી આરંભ - 5 નવેમ્બરના રોજ સવારે 1.24 વાગ્યે
- ત્રયોદશી તિથિ પૂર્ણ સમય - 5 નવેમ્બરના રોજ રાત્રે 11.46 મિનીટે
ધનતેરસના દિવસે સોના-ચાંદીની ખરીદી
ધનતેરસના દિવસે લોકો સોના-ચાંદીની ખરીદી પણ કરતા હોય છે. કેટલાક લોકો સોના-ચાંદીનો સિક્કો પૂજામાં મુકતા હોય છે.