નવી દિલ્હી : દેશમાં બનેલી ધનુષ તોપ સોમવારે સેનામાં સમાવિષ્ટ કરવામાં આવી. આ સાથે જ ભારતીય સેનાની દેસી બોફોર્સ મળી ચુકી છે. દેસી બોફોર્સ તરીકે પ્રસિદ્ધ બહુપ્રતિક્ષિત ધનુષ 155/45 કેલિબર ગન પ્રણાલી  સેનાની મારક ક્ષમતામાં વધારો કરી દેશે. ધનુષ બંદુક પ્રણાલી 1980માં પ્રાપ્ત બોફોર્સ પર આધારિત છે અને કથિત ભ્રષ્ટાચારના કારણે તેની ખરીદીમાં વિવાદ થયો હતો. 


ફારુક અબ્દુલ્લાની તુમાખી: 370 કોણ રદ્દ કરે છે કાશ્મીરમાંથી હું જોઉ છું

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

કે-9 વજ્ર અને એમ-777 અલ્ટ્રા લાઇટ હોવિત્ઝર તોપ બાદ ધનુષ સેનામાં સમાવિષ્ટ થયાનાં એક અંતરાલ બાદ મોદી સરકાર અંતર્ગત તોપખાનામાં હથિયારોનો સમાવેશ કરવાની પ્રવૃતીને ઉત્તેજન મળ્યું છે. કે-9 વજ્ર એક ઓટોમેટિક દક્ષિણ કોરિયન હોવિત્ઝર અને એમ-777 અમેરિકા પાસેથી ખરીદેલી અલ્ટ્રા લાઇટ હોવિત્ઝર તોપ છે. ઘનુષને બોફોર્સની ટેક્નોલોજીનાં આધારે જબલપુર ખાતેની ગન ફેક્ટ્રીમાં ઓર્ડિનન્સ ફેક્ટ્રી દ્વારા ડિઝાન કરવામાં આવી અને વિકસિત કરવામાં આવી છે. સેનામાં સ્વદેશી બંદુક ઉત્પાદન યોજનાને સક્રિય રીતે સમર્થન કર્યું છે અને 110થી વધારે ધનુષ તોપોનો ઓર્ડર આપ્યો છે. 
ભાજપ અને કોંગ્રેસનાં ઢંઢેરામાં 4 મુખ્ય તફાવત, અડધી મિનિટમાં સમજો બંન્નેનું વિઝન

ઘનુષ તોપોની વિશેષતાઓ
ધનુષ તોપનાં બૈરલનું વજન 2692 કિલો છે અને તેની લંબાઇ આઠ મીટર છે. ધનુષ તોપની મારક ક્ષમતા 42-45 કિલોમીટર સુધીની છે. તેના કારણે ભારતીય સેનામાં સમાવેશ થવા અંગે સીમા પર દુશ્મનોને મુંહતોડ જવાબ મળશે. ઘનુષ તોપ સતત બે કલાક સુધી ફાયર કરવામાં સક્ષમ છે અને પ્રતિ મિનિટ બે ફાયર કરે છે. તેમાં 46.5 કિલોનો ગોળો પ્રયોગ કરવામાં આવી શકે છે.