નવી દિલ્હી: મેક ઇન ઇન્ડીયા ચળવળ હેઠળ દેશની સેનાને સતત મજબૂત કરવામાં આવી રહ્યો ચે. સેનાની તાકાતમાં વધુ એક નામ જોડાઇ ગયું. ઓડિશાની એન્ટરિમ ટેસ્ટ રેંજ (આઇટીઆર)માં એન્ટી ટેંક 'ધ્રુવાસ્ત્ર' મિસાઇલનું સફળ પરીક્ષણ કરવામાં આવ્યું છે. આ મિસાઇલ દુશ્મનને સંપૂર્ણપણે દ્વસ્ત કરવાની તાકાત ધરાવે છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

રિપોર્ટ્સ અનુસાર હેલિકોપ્ટર લોન્ચ્ડ નાગ મિસાઇલ (HELINA), જેનું નામ બદલીને હવે એન્ટી ટેંક ગાઇડેટ મિસાઇલ 'ધ્રુવાસ્ત્ર' કરી દેવામાં આવ્યો છે. તેનું પરીક્ષણ ડાયરેક્ટ અને ટોપ એટેક મોડમાં 15 અને 16 જુલાઇના રોજ કરવામાં આવ્યું હતું. આ પરીક્ષણ હેલિકોપ્ટર વિના કરવામાં આવ્યું. ધ્રુવાસ્ત્ર જનરેશનની 'દાગો અને ભૂલી જાવ' પ્રકારની એન્ટી ટેંક ગાઇડેડ મિસાઇલ સિસ્ટમ છે, જેને એડવાન્સ લાઇટ હેલિકોપ્ટર પર તૈનાત કરવામાં આવ્યા છે.
 
આ સિસ્ટમમાં દરેક સિઝનમાં અહીં રાત્રે પણ એટેક કરવાની ક્ષમતા છે. આ ના ફક્ત પારંપરિક રક્ષા કવચવાળા યુદ્ધક ટેંકોને પરંતુ વિસ્ફોટકોથી બચાવના કવચવાળા ટેંકોને પણ નષ્ટ કરી શકે છે.


ધ્રુવાસ્ત્ર મિસાઇલ ના ફક્ત બે પ્રકારે પોતાના ટાર્ગેટ પર એટેક કરી શકે છે, પરંતુ ટોપ એટેક મોડમાં પણ કામ કરે છે. ડિફેન્સ રિસર્ચ એન્ડ ડેવલોપમેન્ટ ઓર્ગેનાઇજેશન (ડીઆરડીઓ)એ ગત વર્ષે પોખરણ ફાયરિંગ રેંજમાં નાગ મિસાઇલની 3 સફળ પરીક્ષણ કરવામાં આવ્યા હતા. જ્યારે ડિફેન્સ એક્ઝિશન કાઉન્સિલે ડીઆરડીઓ દ્વારા ડિઝાઇન અને ડેવલોપ કરેલા નવા નાગ મિસાઇલ સિસ્ટમ (NAMIS)ને 524 કરોડ રૂપિયાની કિંમત પર ખરીદવાની પરવાનગી આપી દીધી છે. 


આ સિસ્ટમમાં એક થર્ડ જનરેશન એન્ટી ટેંક ગાઇડેડ મિસાઇલ નાગની સાથે, મિસાઇલ કેરિયર હવીકલ (NAMICA) પણ છે. ભારતીય સેનામાં નાગના સફળતાપૂર્વક સામેલ થયા બાદ આશા વ્યક્ત કરવામાં આવી હતી કે શત્રુના મુકાબલે આર્મીની ક્ષમતાઓ અનેક ગણો વધારો થશે. 


કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube