બોગીબીલ: વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે બોગીબીલ પુલ પરથી પસાર થનારી પહેલી પેસેન્જર ટ્રેનને લીલી ઝંડી બતાવીને દેશના સૌથી લાંબા આ રેલ રોડ પુલનું લોકાર્પણ કરશે. પીએમ મોદી, સ્વર્ગસ્થ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીની વર્ષગાઠ પર આ બોગીબીલ પુલ પર અવરજવર શરૂ કરશે. આ દિવસ કેન્દ્ર સરકાર દ્વારા સુશાસન દિવસ તરીકે પણ ઉજવવામાં આવે છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

તિનસુકિયા-નાહરલગુન ઈન્ટરસિટી એક્સપ્રેસ સપ્તાહમાં પાંચ દિવસ ચાલશે. કુલ 4.9 કિલોમીટર લાંબા આ પુલની મદદથી આસામના તિનસુકિયાથી અરુણચલ પ્રદેશના નાહરલગુન કસ્બા સુધી રેલ મુસાફરીમાં લાગતા સમયમાં 10 કલાકથી વધુનો ઘટાડો થાય તેવી આશા છે. 


પૂર્વોત્તર ફ્રન્ટિયર રેલવેના પ્રવક્તા નીતિન ભટ્ટાચાર્યે જણાવ્યું કે હાલના સમયમાં આ અંતરને પાર કરવામાં 15થી 20 કલાકનો સમય લાગે છે જેની સરખામણીમાં હવે સાડા પાંચ કલાકનો સમય થશે. આ અગાઉ મુસાફરોએ ટ્રેનો પણ બદલવી પડતી હતી. 


કુલ 14 કોચવાળી આ ચેરકાર રેલગાડી તિનસુકિયાથી બપોરે રવાના થશે અને નાહરલગુનથી સવારે વાપસી કરશે. બોગીબીલ પુલ આસામના ડિબ્રુગઢ જિલ્લામાં બ્રહ્મપુત્ર નદીના દક્ષિણ તટને અરુણાચલ પ્રદેશના સરહદી જિલ્લા ધૈમાજીમાં સિલાપાથરને જોડશે. 


દેશના વધુ સમાચારો જાણવા માટે કરો ક્લિક...