Jan Aushadhi Kendra: સસ્તી અને મોંઘી દવાઓનો ખેલ દવાઓના બજારમાં પણ સ્પષ્ટ રીતે જોઈ શકાય છે. સામાન્ય રીતે બ્રાન્ડેડ દવાઓ મોંઘી હોય છે જ્યારે જેનેરિક દવાઓ સસ્તી હોય છે. અનેક કિસ્સાઓમાં તો જેનેરિક દવાઓ બ્રાન્ડેડ દવાઓની સરખામણીમાં 90 ટકા જેટલી સસ્તી હોય છે. પ્રધાનમંત્રી જન ઔષધિ યોજનામાં જેનરિક દવાઓ જ હોય છે અને એવો દાવો છે કે જન ઔષધિ સ્ટોરમાં દવાઓ 90 ટકા જેટલી સસ્તી હોય છે. જેનેરિક દવાઓ સસ્તી હોવાના કારણે લોકો તેની ક્વોલિટી અને તેના પાવર પર શક કરતા હોય છે. ડોક્ટરોનું કહેવું છે કે લોકોને મોંઘી દવાઓ લખીને આપીએ તો તેઓ ખુશી ખુશીથી લઈ લેશે પરંતુ જો સસ્તી દવાઓ લખો તો પછી તેમને લાગે છે કે ડોક્ટર સાહેબે  બરાબર જોયું નહીં. તેમનું કહેવું છે કે લોકોને જેનેરિક દવાઓની સચ્ચાઈ ખબર હોતી નથી. અમે આજે તમને આ વિષય પર માહિતગાર કરીશું. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

જેનેરિક દવા એટલે શું?
ફાર્મસી બિઝનેસમાં જેનેરિક દવાઓ એ એવી દવાઓને કહેવાય છે કે જેનું પોતાનું કોઈ બ્રાન્ડ નેમ હોતું નથી. તે પોતાના સોલ્ટ નેમથી માર્કેટમાં વેચાય છે અને ઓળખાય છે. જેનેરિક દવા બનાવનારી કેટલીક કંપનીઓએ પોતાનું બ્રાન્ડ નામ પણ ડેવલેપ કર્યું છે. તો પણ આ દવાઓ ઘણી સસ્તી હોય છે. આવું એટલા માટે કારણ કે તે જેનેરિક દવાની શ્રેણીમાં આવે છે. સરકાર પણ જેનેરિક દવાઓને પ્રમોટ કરે છે. પ્રધાનમંત્રી જન ઔષધિ પરિયોજના તેની કડી છે. આ પરિયોજના હેઠળ દેશભરમાં જેનેરિક દવાઓના સ્ટોર ખોલવામાં આવે છે. 


શું જેનેરિક દવાઓની અસર ઓછી હોય?
જેનેરિક દવાઓની અસર પર બ્રાન્ડેડ દવાઓ જેવી જ હોય છે. કારણ કે આ દવાઓમાં પણ એ જ સોલ્ટ હોય છે જે બ્રાન્ડેડ કંપનીઓની દવાઓમાં હોય છે. હકીકતમાં જ્યારે બ્રાન્ડેડ દવાઓના સોલ્ટ મિશ્રણના ફોર્મ્યુલા અને તેના પ્રોડક્શન માટે મળેલા એકાધિકારની સમયમર્યાદા પૂરી થઈ જાય ત્યારે ફોર્મ્યૂલા જાહેર થઈ જાય છે. તે ફોર્મ્યુલા  અને સોલ્ટના ઉપયોગથી જેનેરિક દવાઓ બનાવવાનું શરૂ કરાય છે. જો તેનું નિર્માણ એ જ સ્ટાન્ડર્ડથી થયું હશે તો ક્વોલિટીમાં તે ક્યાંય પણ બ્રાન્ડેડ દવાઓથી ઉતરતું હોતું નથી. 


જેનેરિક દવાઓ સસ્તી કેમ હોય છે?
જાણકારોનું કહેવું છે કે જેનેરિક દવાઓ સસ્તી હોવા પાછળ અનેક કારણ હોય છે. એક તો તેના રિસર્ચ અને ડેવલપમેન્ટ માટે કંપનીએ કોઈ ખર્ચો કર્યો નથી. કોઈ પણ દવાને બનાવવામાં સૌથી મોટો ખર્ચો આરએન્ડડીનો જ હોય છે. આ કામ દવાને શોધનારી કંપની કરી ચૂકી હોય છે. તેના પ્રચાર પ્રસાર માટે પણ કોઈ ખર્ચો કરવો પડતો નથી. આ દવાઓના પેકેજિંગ માટે પણ કોઈ ખાસ ખર્ચો થતો નથી. તેનું પ્રોડક્શન પણ ભારે પ્રમાણમાં થાય છે. આથી માસ પ્રોડક્શનનો લાભ મળે છે. 


ગુજરાતના આ શહેર પર મોટું જોખમ! ચીન-પાકિસ્તાનને પછાડી આ મામલે એશિયામાં ટોપ પર


DA વધારાની રાહ જોઈ બેઠેલા સરકારી કર્મચારીઓને હોળી પહેલા મોટો ઝટકો


આ વિદેશી યુનિવર્સિટીએ પશ્ચિમી અહેવાલોની પોલ ખોલી નાખી, જાણો ભારત વિશે શું કહ્યું?


જેનેરિક અને બ્રાન્ડેડ (પેટન્ટેડ દવાઓ)માં શું અંતર છે?
જેનેરિક દવાઓ એ પેટન્ટેડ કે બ્રાન્ડેડ દવાઓ જેવી જ હોય છે. અનેક કેસમાં જોવા મળ્યું છે કે બ્રાન્ડેડ કંપનીઓના પણ એપીઆઈ કે રો મટેરિયલ ત્યાંથી જ આવ્યા હોય છે જ્યાંથી જેનેરિક દવાઓના. જેનેરિક દવાઓને જો મૂળ દવાઓની જેમ જ એક સમાન ડોઝમા, એટલા જ પ્રમાણમાં અને એ જ રીતે લેવામાં આવે તો તેની અસર પણ પેટન્ટેડ કે બ્રાન્ડેડ દવાની જેમ જ થશે. જેનેરિક દવાઓની મૂળ દવાઓની જેમ સકારાત્મક અસર થાય છે એ જ રીતે નકારાત્મક અસર પણ સમાન રીતે થઈ શકે છે. જેનેરિક અને બ્રાન્ડેડ નેમવાળી દવાઓમાં મુખ્ય રીતે બ્રાન્ડિંગ, પેકેજિંગ, સ્વાદ અને રંગોનું અંતર હોય છે. તેમની માર્કેટિંગ સ્ટ્રેટેજીમાં પણ અંતર હોય છે અને સૌથી મહત્વપૂર્ણ વાત એ છે કે આ દવાઓની કિંમતમાં પણ ખુબ અંતર હોય છે. આખરે બ્રાન્ડની કિંમત તો ચૂકવવી પડશે. 


જેનેરિક અને બ્રાન્ડેડ દવાઓને કેવી રીતે ઓળખશો?
જેનેરિક દવાઓના મોટાભાગે મૂળ દવાઓની જેમ કે પછી અલગ નામ હોય છે. કેમિસ્ટ જેનેરિગ દવાઓમાં ઉપયોગમાં લેવાતા સોલ્ટ્સની પૂરી જાણકારી રાખે છે અને તેઓ ગ્રાહકોને આ અંગે જણાવી પણ શકે છે. દવાઓના નામ તેમની ઓળખ માટે મહત્વપૂર્ણ સંકેતોમાંથી એક છે. એ જ રીતે જેનેરિક દવાઓની ઓળખ માટે ઈન્ટરનેટ પર સોલ્ટ નેમના માધ્યમથી શોધ કરી શકાય છે. આ સાથે જ જેનેરિક દવાઓની કિંમતો બ્રાન્ડેડ નામવાળી દવાઓની સરખામણીમાં ખુબ ઓછી હોય છે અને તેની અસર તો પ્રમાણમાં એટલી જ હોય છે. 


પ્રધાનમંત્રી જન ઔષધિ યોજનાની દવાઓ સસ્તી કેમ હોય છે?
પ્રધાનમંત્રી જન ઔષધિ યોજનાની દવાઓ જેનેરિક જ હોય છે. તેનું પેકિંગ સાધારણ હોય છે. તેના પ્રચાર પ્રસાર ઉપર પણ વધુ ખર્ચો થતો નથી. સૌથી મોટી વાત એ છે કે આ યોજના સાથે જોડાયેલા દુકાનદારોને દવાઓના વેચાણ પર માર્જિન પણ ઓછું હોય છે. આથી ગ્રાહકોને જન ઔષધિ સ્ટોરની દવાઓ સસ્તી પડે છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube