ગુજરાતના આ શહેર પર મોટું જોખમ! ચીન-પાકિસ્તાન બધાને પછાડીને આ મામલે એશિયામાં ટોપ પર

ભારતમાં સામાન્ય રીતે જોઈએ તો દિલ્હી વાયુ પ્રદૂષણ માટે ચર્ચામાં રહે છે. પરંતુ આ વખતે જે ડેટા સામે આવ્યો છે તે મુજબ દિલ્હી એશિયાના ટોપ 10 સૌથી પ્રદૂષિત શહેરોની યાદીમાં સામેલ નથી. ગુજરાતનું એક એવું શહેર યાદીમાં સામેલ છે જે પોતાની લીલોતરી માટે પહેલા પ્રખ્યાત હતું. પરંતુ હવે વાયુ પ્રદૂષણમાં અવ્વલ નંબરે છે. 

ગુજરાતના આ શહેર પર મોટું જોખમ! ચીન-પાકિસ્તાન બધાને પછાડીને આ મામલે એશિયામાં ટોપ પર

ભારતમાં સામાન્ય રીતે જોઈએ તો દિલ્હી વાયુ પ્રદૂષણ માટે ચર્ચામાં રહે છે. પરંતુ આ વખતે જે ડેટા સામે આવ્યો છે તે મુજબ દિલ્હી એશિયાના ટોપ 10 સૌથી પ્રદૂષિત શહેરોની યાદીમાં સામેલ નથી. વિશ્વ વાયુ ગુણવત્તા સૂચકાંક (Air Pollution AQI Level) ના આધારે સોમવારે ઉપલબ્ધ આંકડા મુજબ યાદીમાં ચીનમાંથી 5, મંગોલિયામાંથી એક અને અન્ય 4 શહેર ભારતના સામેલ છે. 

ગુજરાતનું આ શહેર સૌથી ટોપ પર
નવા આંકડા મુજબ ગુજરાતનું પાટનગર ગાંધીનગર વાયુ ગુણવત્તા સૂચકાંક (AQI) 723 સાથે પ્રદૂષણના ખતરનાક સ્તરે જોવા મળ્યું. જે યાદીમાં ટોપ પર છે. આ રિપોર્ટમાં ગાંધીનગર બાદ પાન બજાર, ગુવાહાટી (665), ખિંડીપાડા- ભાંડુપ પશ્ચિમ મુંબઈ (471) અને ભોપાલ ચાર રસ્તા, દેવાસ (315) સામેલ છે. 

રિપોર્ટમાં કહેવાયું છે કે આ શિયાળામાં દિલ્હી-એનસીઆરમાં હવા, પહેલા કરતા વધુ ચોખ્ખી જોવા મળી છે અને 2018 બાદ આ વખતે સૌથી સ્વચ્છ હવા જોવા મળી. યુએસ-ઈપીએ 2016 માપદંડ દ્વારા પરિભાષિત ઈન્ડેક્સ સ્કેલ મુજબ 0 અને 50 વચ્ચે AQI ને સારો, 51-100 મધ્યમ, 101-150 સંવેદનશીલ સમૂહો માટે બિનઆરોગ્યપ્રદ, 151-200 અસ્વસ્થ, 201-300 ખુબ અસ્વસ્થ અને 300+ 'ખતરનાક' માનવામાં આવે છે. 

સેન્ટર ફોર સાયન્સ એન્ડ એનવાયરમેન્ટ (CSE) એ વાયુ પ્રદૂષણના સ્તરના પોતાના નવા વિશ્લેષણમાં દાવો કર્યો છે કે 2018માં મોટા પાયે નિગરાણી શરૂ થયા બાદથી આ શિયાળામાં દિલ્હી-એનસીઆર વિસ્તારમાં સૌથી સ્વચ્છ હવા જોવા મળી છે. CSE ના રિપોર્ટમાં કહેવાયું છે કે 2007માં શરૂ થયેલા વિશ્વ વાયુ ગુણવત્તા સૂચકાંક પરિયોજનાનો હેતુ નાગરિકો માટે વાયુ પ્રદૂષણ જાગૃતતાને વધારવાનો અને એકીકૃત તથા વિશ્વવ્યાપી વાયુ ગુણવત્તાની જાણકારી પ્રદાન કરવાનો છે. 

છેલ્લા 5 વર્ષમાં આ વખતે દિલ્હીની હવા સૌથી સ્વસ્છ
દિલ્હીમાં વાયુ પ્રદૂષકોની સઘનતા ઓક્ટોબર-જાન્યુઆરીના સમયગાળા માટે 160 માઈક્રોગ્રામ પ્રતિ ક્યૂબિક મીટર હતી, જે 2018-19માં વ્યાપક સ્તરે નિગરાણી શરૂ થયા બાદથી સૌથી ઓછા સ્તરે નોંધાઈ છે. તેમાં કહેવાયું છે કે શહેરમાં સ્થિત 36 સતત પરિવેશી વાયુ ગુણવત્તા નિગરાણી સ્ટેશનો (CAAQMS)થી સરેરાશ નિગરાણી ડેટા દ્વારા ગણતરી કરાયેલ PM 2.5 સ્તર 2018-19ના શિયાળાની મૌસમી સરેરાશની સરખામણીમાં 17 ટકા ઓછું હતું.

No description available.

સૌથી જૂના 10 સ્ટેશનોના સબસેટના આધાર પર લગભગ 20 ટકાનો સુધારો થયો છે. એમ પણ કહેવાયું છે કે ગંભીર કે અતિગંભીર વાયુ ગુણવત્તાવાળા દિવસોની સંખ્યા છેલ્લા પાંચ વર્ષોમાં સૌથી ઓછી હતી. રિપોર્ટમાં કહેવાયું છે કે આ શિયાળામાં લગભગ 10 દિવસમાં શહેરનું સરેરાશ 'ગંભીર' કે ખરાબ શ્રેણીમાં હતું, જે ગત શિયાળામાં 24 દિવસ અને 2018-19 ના શિયાળામાં 33 દિવસની સરખામણીમાં ખુબ ઓછું છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news