નવી દિલ્લીઃ એક તરફ પ્રધાનમંત્રી મોદી આર્થિક વ્યવહારોને વધુ સુદ્રઢ બનાવવા અને છેતરપિંડીને અટકાવવા માટે ઓનલાઈન પેમેન્ટ એટલેકે, ડિજિટલ પેમેન્ટ કરવાની વાત પર ભાર મુકી રહ્યાં છે. ત્યાં બીજી તરફ ઓનલાઈન પેમેન્ટમાં અવાર-નવાર સર્વર ડાઉન અને કોઈકને કોઈક પ્રકારે કનેક્ટીવીની સમસ્યા સર્જાય છે. આ વખતે પણ આજ પ્રકારની સ્થિતિ ઉભી થઈ છે. UPI એટલેકે,  યુનિફાઈડ પેમેન્ટ ઈન્ટરફેસનું સર્વર તા.25 એપ્રિલ 2022ને રવિવારના રોજ એક કલાકથી વધુ સમય માટે ખોરવાઈ ગયું હતું. જેને પગલે દેશભરમાં આર્થિક વ્યવહારોને માઠી અસર પહોંચી હતી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

NPCI એટલેકે, યુનાઈટેડ પેમેન્ટ ઈન્ટરફેસ એ ભારતીય રાષ્ટ્રીય ચુકવણી નિગમ મારફતે ચાલતી ઓનટાઈમ ચુકવણી પ્રક્રિયા છે. ભારતમાં હાલ મોટા ભાગે 60 ટકા જેટલી લેવડ-દેવડ UPIથી જ થાય છે. જેમાં મોટા ભાગે નાની રકમની લેવડ-દેવડ વધુ હોય છે. 100 રૂપિયા કે તેનાથી ઓછી લેવડ-દેવડમાં UPIનું વોલ્યૂમ લગભગ 75 ટકા જેટલું હોય છે. માર્ચ મહિનાની જ વાત કરવામાં આવે તો ગત માસમાં યુપીઆઈથી 540 કરોડ કરતા વધારેના આર્થિક વ્યવહારો થયા હતાં. આ વચ્ચે NPCI, બેંક અને ઈનહાઉસ સર્વર પર લોડ ઘટાડવા માટે ઓફલાઈન મોડમાં ચુકવણીને સક્ષમ કરવા પર કામ કરી રહ્યાં છે.


માત્ર કોઈ એક વિસ્તાર કે ઝોન નહીં સમગ્ર દેશમાં યૂપીઆઈના સર્વરના ધાંધિયાને પગલે લોકોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો હતો. મહત્ત્વનું છેકે, આ સર્વરનું સંચાલન નેશનલ પેમેન્ટ્સ કાઉન્સિલ ઓફ ઈન્ડિયા દ્વારા કરવામાં આવે છે. આ અંગેની સત્તા તેમની પાસે હોય છે. ત્યારે આ સંસ્થા દ્વારા પણ આ ફરિયાદનું નિવારણ કરવા માટે તાત્કાલિક પગલાં લેવામાં આવ્યાં હતાં. જોકે, આવું પહેલીવાર નથી બન્યું. અગાઉ પણ આ પ્રકારની સ્થિતિનું નિર્માણ થઈ ચૂક્યું છે. જેને કારણે લોકોને હેરાનગતિ વેઠવી પડી હોય. હજુ તો એમ કહી શકાય કે નવા નાણાંકિય વર્ષની શરૂઆત થઈ છે. ત્યારે આ વર્ષમાં બીજીવાર આ પ્રકારની સમસ્યા ઉભી થઈ છે. જેને કારણે ઓનલાઈન વ્યવહારોને અસર પહોંચી છે.


જે રીતે આખા દેશમાં સર્વર ડાઉનના ધાંધિયાને કારણે ડિજિટલ પેમેન્ટ અટકી ગયું હતું તેેને પગલે રોષે ભરાયેલાં લોકોએ સોશ્યિલ મીડિયા પર આ અંગે ફરિયાદોનો ઢગલો કરી દીધો હતો. યૂપીઆઈથી પેમેન્ટ કરનારા લોકોને ભારે સમગ્રનો સામનો કરવાનો વારો આવ્યો હતો. સર્વર ડાઉનના ધાંધિયાને કારણે ગૂગલ પે, પેટીએમ અને ફોન-પે જેવા યુપીઆઈના વિવિધ માધ્યમોમાં આર્થિક વ્યવહારો લટકી પડ્યાં હતાં. જેને પગલે ગ્રાહકોએ ટ્વીટર પર પણ ફરિયાદનો મારો ચલાવ્યો હતો. લોકોને પૈસાની લેવડ-દેવડ કરવા માટે ભારે હાલાકી ઉભી થઈ હતી. આ પહેલા 9 જાન્યુઆરીએ UPIનું સર્વર ડાઉન થયું હતું. જેને લઈને NPCIએ હજુ સુધી ઔપચારિક ટ્વીટ કે નિવેદન આપ્યું નથી. સર્વર ડાઉન હોવાનું જ પ્રાથમિક અનુમાન લોકો લગાવી રહ્યાં છે.