RSS અને BJPના કારણે વધી રહી છે મોબ લિંચિંગની ઘટનાઓ: દિગ્વિજય સિંહ
મધ્ય પ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી અને કોંગ્રેસના દિગ્ગજ નેતા દિગ્વિજય સિંહે એકવાર ફરીથી ભારતીય જનતા પાર્ટી અને આરએસએસને નિશાન બનાવ્યાં છે.
નવી દિલ્હી: મધ્ય પ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી અને કોંગ્રેસના દિગ્ગજ નેતા દિગ્વિજય સિંહે એકવાર ફરીથી ભારતીય જનતા પાર્ટી અને આરએસએસને નિશાન બનાવ્યાં છે. ઈન્દોરમાં ભાજપના ધારાસભ્ય આકાશ વિજયવર્ગિય દ્વારા નગર નિગમના એક અધિકારીની બેટથી પીટાઈ કરવાની ઘટનાનું ઉદાહરણ આપતા દિગ્વિજય સિંહે ભાજપની માનસિકતા પર સવાલ ઉઠાવ્યાં. પૂર્વ મુખ્યમંત્રીએ મીડિયા સાથે વાત કરતા ભાજપ અને આરએસએસની માનસિકતાના કારણે મોબ લિંચિંગની ઘટનાઓ વધી રહી છે.
કર્ણાટકમાં રાજકીય ભૂકંપનું આ છે આખું ગણિત, જાણો કયા પક્ષમાં છે કેટલો દમ
તેમણે કહ્યું કે 'મોબ લિંચિંગના બે કારણ છે. પહેલું કે લોકોને સમય પર ન્યાય મળતો નથી જેનાથી લોકોમાં ગુસ્સો વધી જાય છે. અને આવી ઘટનાઓને અંજામ આપે છે. બીજુ કારણ છે ભાજપ અને આરએસએસની માનસિકતા.' ઈન્દોરમાં આકાશ વિજયવર્ગિય દ્વારા નગર નિગમ અધિકારીની પીટાઈ કરવાના મામલાને નિશાને લેતા તેમણે કહ્યું કે 'આકાશ વિજયવર્ગિયને જ જોઈ લો. તેમણે કહ્યું હતું કે અમને શિખવાડવામાં આવે છે કે પહેલા આવેદન (અરજી), પછી નિવેદન અને અંતમાં દે દનાદન. આ ભાજપ અને આરએસએસની જ માનસિકતા છે.'
શબાના આઝમીએ મોદી સરકાર પર સાધ્યું નિશાન, કહ્યું-'ટીકા કરનારાઓ રાષ્ટ્ર વિરોધી કહેવાય છે'
અત્રે જણાવવાનું કે આકાશ વિજયવર્ગિયએ ગત 26 જૂનના રોજ એક નગર નિગમના અધિકારી ધીરેન્દ્ર બાયસને બેટથી માર્યા હતાં. ત્યારબાદ તેમણે 4 દિવસ જેલમાં પણ જવું પડ્યું. હકીકતમાં નગર નિગમના અધિકારી ધીરેન્દ્ર બાયસ પોતાની ટીમ સાથે ઈન્દોરના એક જર્જરિત મકાનને પાડવા માટે આવ્યાં હતાં. આ દરમિયાન ભાજપના મહાસચિવ કૈલાશ વિજયવર્ગિયના પુત્ર આકાશ વિજયવર્ગિય ત્યાં પહોંચ્યાં અને ટીમને કાર્યવાહી કરવાની ના પાડી. પરંતુ અધિકારીઓએ ભાજપના ધારાસભ્યની વાત ન સાંભળી અને કાર્યવાહી ચાલુ રાખી. ત્યારબાદ ગુસ્સામાં આવેલા આકાશ વિજયવર્ગિયએ અધિકારીની બેટથી પીટાઈ કરી. ત્યારબાદ આ મામલે ખુબ ટીકાનો પણ તેમણે સામનો કરવો પડ્યો. પીએમ મોદીએ પણ આ બાબાતે નારાજગી વ્યક્ત કરી હતી.
દેશના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...