કર્ણાટકમાં રાજકીય ભૂકંપનું આ છે આખું ગણિત, જાણો કયા પક્ષમાં છે કેટલો દમ 

કર્ણાટકની કુમારસ્વામી સરકાર હાલ સંકટમાં છે. કોંગ્રેસ-જેડીએસ ગઠબંધનના 12 ધારાસભ્યોએ રાજીનામા આપી દીધા છે.

કર્ણાટકમાં રાજકીય ભૂકંપનું આ છે આખું ગણિત, જાણો કયા પક્ષમાં છે કેટલો દમ 

નવી દિલ્હી: કર્ણાટકની કુમારસ્વામી સરકાર હાલ સંકટમાં છે. કોંગ્રેસ-જેડીએસ ગઠબંધનના 12 ધારાસભ્યોએ રાજીનામા આપી દીધા છે. આ સાથે જ તેમાંથી 11 ધારાસબ્યો હાલ મુંબઈ પણ પહોંચી ગયા છે. આ સંકટ દરમિયાન મુખ્યમંત્રી એચડી કુમારસ્વામી આજે અમેરિકાથી પાછા ફરી રહ્યાં છે. ભારત પાછા ફર્યા બાદ તેઓ આ સંકટમાંથી ઉગરવા માટે ફોર્મ્યુલા પર વિચાર કરશે. આવામાં કર્ણાટકમાં વિધાનસભાનું સમગ્ર રાજકીય ગણિત પણ સરકાર માટે ખુબ મહત્વ ધરાવે છે. 

આ છે કર્ણાટક વિધાનસભાનું હાલનું રાજકીય ગણિત...

1. વિધાનસભામાં સ્પીકર સાથે કુલ સીટો 225.

2. બહુમતનો આંકડો 113 છે. સ્પીકરને બાજુમાં મૂકીએ તો કુલ સીટ 224 છે. 

3. ભાજપ પાસે 105 બેઠકો છે. કોંગ્રેસ પાસે 79, જેડીએસ પાસે 37, બસપા પાસે 1, અપક્ષ 1 અને 1 નોમિનેટેડ (મતાધિકાર નથી).

જુઓ LIVE TV

4. કોંગ્રેસના 79માંથી અત્યાર સુધી 9 ધારાસભ્યો રાજીનામા આપી ચૂક્યા છે. (આનંદ સિંહે અગાઉ આપ્યું હતું અને બાકીના 8 ધારાસભ્યોએ શનિવારે આપ્યાં).

5. જેડીએસના 37 ધારાસભ્યોમાંથી 3એ શનિવારે રાજીનામા આપ્યાં. 

6. જો આ તમામ 12 ધારાસભ્યોના રાજીનામા મંજૂર થઈ જાય તો ગઠબંધન સરકારના સભ્યોની સંખ્યા ઘટીને 103 થશે. 

હાલમાં જ 2 અપક્ષ ધારાસભ્યોને મંત્રી બનાવવામાં આવ્યાં અને બસપાનું સમર્થન જેડીએસને મળેલુ છે. આવામાં સમર્થનનો કુલ આંકડો 106 પર પહોંચી જશે. આ 12 ધારાસભ્યોના રાજીનામાથી વિધાનસભામાં સભ્યોની સંખ્યા 224થી ઘટીને 212 થશે. 

8. બહુમત માટે 107 ધારાસભ્યોની જરૂર પડશે. જે હાલ ગઠબંધન સરકાર પાસે નથી. જો કે ભાજપ પાસે પણ 105 ધારાસભ્ય છે. આવી સ્થિતિમાં ભાજપ પણ સરકાર બનાવવાની સ્થિતિમાં નથી. પરંતુ જો 3 વધુ ધારાસભ્યો રાજીનામા આપે તો વિધાનસભાની સંક્યા ઘટીને 209 થશે. ગઠબંધનને સમર્થન આપનારા ધારાસભ્યો 103 થશે. 

9. આવી હાલતમાં 105 ધારાસભ્યો સાથે ભાજપની સરકાર બની શકે છે. એક અપક્ષ ધારાસભ્યે હાલમાં જ પોતાની પાર્ટીનો કોંગ્રેસમાં વિલય કર્યો હતો. આવામાં કોંગ્રેસની સ્ટ્રેન્થ 79 થઈ ગઈ છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news