ભોપાલ: જ્યોતિરાદિત્ય સિંધિયાએ કોંગ્રેસમાં બળવો પોકારીને ભારતીય જનતા પાર્ટી જોઈન કરી લીધી. તેમણે ભાજપના ઉમેદવાર તરીકે મધ્ય પ્રદેશમાંથી રાજ્યસભા માટે ઉમેદવારી પણ નોંધાવી દીધી છે. જ્યોતિરાદિત્ય સિંધિયાએ ઉમેદવારી નોંધાવ્યાના એક દિવસ બાદ કોંગ્રેસ મહાસચિવ દિગ્વિજય સિંહે પોતાના મનની વાત ટ્વીટરના માધ્યમથી જાહેર કરી છે. તેમણે ઉપરાઉપરી ટ્વીટ કરીને જ્યોતિરાદિત્ય સિંધિયા, ભાજપ, આરએસએસ અને હિન્દુત્વને લઈને પોતાના વિચાર પ્રગટ કર્યા છે. 


'મારો ધર્મ સનાતન છે, માણસાઈ છે, હિન્દુત્વ નહીં'
દિગ્વિજય સિંહે ટ્વીટ કરીને કહ્યું કે સત્તા માટે હંમેશા માનવતાની સેવાનું માધ્યમ રહ્યું છે. જ્યારે હું 1981માં જગદગુરુ શંકરાચાર્ય  સ્વામી સ્વરૂપાનંદજીને મળ્યો તો આ ભાવના મારી અંદર વધુ મજબુત થઈ હતી. મેં તેમની પાસેથી દીક્ષા મેળવી. મારા માટે માણસાઈ જ મારો ધર્મ છે. જે હિન્દુત્વથી બિલકુલ અલગ છે. હું એવા માહોલમાં ઉછર્યો કે જ્યાં મારા પિતા બિલકુલ નાસ્તિક હતાં. ત્યાં મારી માતા જ ખુબ વધારે ધાર્મિક મહિલા હતાં. મારો ધર્મ સનાતન છે. મારો વિશ્વાસ સાર્વભૌમિક ભાઈચારામા છે, સંપ્રદાયવાદી હિન્દુત્વમાં નહીં.


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube