નવી દિલ્હી: ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા (JP Nadda) ની હાજરીમાં આજે (શનિવારે) પશ્વિમ બંગાળના દિગ્ગજ નેતા પૂર્વ રેલમંત્રી દિનેશ ત્રિવેદી ભાજપ (BJP) માં જોડાયા છે. દિનેશ ત્રિવેદી (Dinesh Trivedi) મમતા બેનર્જી (Mamata Banerjee) ના એકદમ ખાસ નેતા રહ્યા છે. ત્રિવેદી કોંગ્રેસની મનમોહન સરકારમાં રેલ મંત્રી રહી ચૂક્યા છે.  


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

તાજેતરમાં રાજ્યસભા સભ્યપદેથી આપ્યું હતું રાજીનામું
આ પહેલાં દિનેશ ત્રિવેદી (Dinesh Trivedi) એ વિવેકાનંદનું કથન અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી (Narendra Modi) ની પ્રશંસા બજેટ સત્રના અંતિમ દિવસે રાજ્યસભામાંથી રાજીનામું આપી દીધું હતું. ત્યારથી જ તેમના ભાજપ (BJP) માં જોડાવવાના અનુમાન લગાવવામાં આવી રહ્યું હતું. પશ્વિમ બંગાળ ચૂંટણી (West Bengal Election 2021) દરમિયાન દિનેશ ત્રિવેદીનું ભાજપમાં જોડાવવું મોટો રાજકીય ઘટનાક્રમ છે. આ પહેલાં મુકુલ રોય, શુભેંદુ અધિકારી જેવા ઘણા દિગ્ગજ ટીએમસીના નેતા ભાજપમાં જોડાઇ ચૂક્યા છે. સતત TMC થી દિગ્ગજ નેતાઓનો મોહ ભંગ થવો મમતા બેનર્જીની ચિંતા વધારી શકે છે. 

Reliance Jio કરવા જઇ રહી છે ધમાકો, લોન્ચ કરશે સૌથી સસ્તું લેપટોપ JioBook, જાણો ફીચર્સ અને કિંમત


નડ્ડાએ કર્યું સ્વાગત
દિનેશ ત્રિવેદીનું ભાજપમાં સ્વાગત કરતાં ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડાએ કહ્યું કે 'ત્રિવેજીએ વૈચારિક યાત્રામાં સત્તાને નજરઅંદાજ કરતાં વૈચારિક લડાઇ લડી છે. ભાજપમાં આ તાકાત છે કે તમામ વિચારશીલ લોકોનો ભાજપમાં સમાવેશ કરીને દેશ સેવામાં લગાવી શકે છે. નડ્ડાએ આગળ કહ્યું કે દિનેશ ત્રિવેદીએ રાજ્યસભાની સીટ છોડીને વૈચારિક કારણોથી ભાજપ જોઇન કર્યું છે. દિનેશજીએ 2 મહિના પહેલાં કહ્યું હતું કે દેશની સેવા કરવા માંગુ છું. હવે તે પશ્વિમ બંગાળમાં સેવા કરશે અને ચૂંટણીમાં પણ સક્રિય ભાગીદારી રહેશે. 

Mithun Chakraborty ભાજપમાં જોડાશે? કૈલાશ વિજયવર્ગીયનું આવ્યું આ રિએક્શન


સૌરભ, મિથુન પણ ભાજપમાં જોડાશે?
બંગાળની ચૂંટણી પહેલાં ભાજપમાં નેતાઓના જોડાવવાનો સિલસિલો ચાલી રહ્યો છે. આ કડીમાં સૌથી મોટું નામ મિથુન ચક્રવર્તી (Mithun Chakraborty)નું આવી રહ્યું છે. અટકળો લગાવવામાં આવી રહી છે કે મિથુન 7 માર્ચના રોજ પીએમ મોદીની હાજરીમાં ભાજપ (BJP) માં સામેલ થઇ શકે છે. આ ઉપરાંત સૌરવ ગાંગુલીનું ભાજપમાં જોડાવવાની પણ ચર્ચા છે.  


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube