Reliance Jio કરવા જઇ રહી છે ધમાકો, લોન્ચ કરશે સૌથી સસ્તું લેપટોપ JioBook, જાણો ફીચર્સ અને કિંમત

મીડિયા રિપોર્ટ અનુસાર જિયો લેપટોપ (Jio laptop) જેને જિયોબુક (JioBook) નામ આપવામાં આવ્યું છે, જલદી જ દેશમાં લોન્ચ થશે. રિપોર્ટ અનુસાર જિયો પોતાનું પ્રથમ લેપટોપ વિકસિત કરવાનું કામ કરી રહી છે.

Reliance Jio કરવા જઇ રહી છે ધમાકો, લોન્ચ કરશે સૌથી સસ્તું લેપટોપ JioBook, જાણો ફીચર્સ અને કિંમત

નવી દિલ્હી: અરબપતિ મુકેશ અંબાણીની ટેલિકોમ કંપની રિલાયન્સ જિયો (Reliance Jio) ને એક ખાસ કારણના લીધે ઓળખ મળી છે. તેના વિશે કહેવામાં આવે છે કે કંપની જ્યારે પણ કોઇ નવું કામ કરે છે, તેનાથી ઉથલ પાથલ મચી જાય છે. ભારતમાં 4G સર્વિસ સર્વિસને લઇને જે ક્રાંતિ રિલાયન્સ જિયો  લઇને આવી છે, તેનાથી તમામ સારી રીતે પરિચિત છે. ટેલીકોમ સર્વિસમાં જિયો નેટવર્ક અને મોબાઇલ ફોન માર્કેટમાં જિયોફોન સાથે હલચલ મચાવનાર રિલાયન્સ જિયો હવે જલદી જ દેશના લેપટોપ બજારમાં હલચલ મચાવવાની તૈયારીમાં છે.  

મીડિયા રિપોર્ટ અનુસાર જિયો લેપટોપ (Jio laptop) જેને જિયોબુક (JioBook) નામ આપવામાં આવ્યું છે, જલદી જ દેશમાં લોન્ચ થશે. રિપોર્ટ અનુસાર જિયો પોતાનું પ્રથમ લેપટોપ વિકસિત કરવાનું કામ કરી રહી છે. આ લેપટોપ વિંડોઝ ઓએસના બદલે એંડ્રોઇડ પર રન કરશે. એવી પણ સંભાવના છે કે એંડ્રોઇડ 10 આધરિત લેપટોપના પોતાના એંડ્રોઇડ સાથે આવશે, જેને જિયોએસ કહેવામાં આવી રહ્યું છે. 

વિદાય વખતે રડતાં રડતાં બેભાન થઇ ગઇ દુલ્હન, જમીન પર પટકાઇ, હાર્ટ એટેકથી મોત

જિયોબુકમાં ક્વાલકોમ સ્નૈપડ્રૈગન 665 ચિપસેટ હોવાની સંભાવના છે. સ્નૈપડ્રૈગન 665 ચિપસેટ 4જી એલટીઇ-સક્ષમ સ્નૈપડ્રૈગન એક12 મોડલ સાથે આવશે . આ ડિવાઇસ 4જી કનેક્ટિવિટી સાથે આવશે. જે જિયોના 4જી સેલ્યૂલર કનેક્શનમાં વધુ વધારો કરવામાં આવશે. 

2018માં જિયો અને ક્વાલકોમએ એક કરાર કર્યો હતો અને હવે માનવામાં આવી રહ્યું છે કે આ કરાર જિયો લેપટોપ માટે કરવામાં આવ્યો હતો. જિયો લેપટોપની એક ઇમેજ પણ સામે આવી છે પરંતુ અત્યારે આ એક પ્રોટોટાઇપ ઇમેજ છે અને ફાઇનલ પ્રોડક્ટ તેનાથી અલગ હોઇ શકે છે. 

કેટલાક રિપોર્ટમાં એ પણ કહેવામાં આવ્યું છે કે જિયોએ ચીનની બ્લૂબેંક કોમ્યૂનિકેશન્સ ટેક્નોલોજીની સાથે પણ કરાર કર્યો છે, જે થર્ડ પાર્ટી માટે મોબાઇલ ડિવાઇસ અને સોફ્ટવેર બનાવે છે. જિયોબુક વિશે મળતી માહિતી અનુસાર બે રેમ/સ્ટોરેજ વેરિએન્ટ (2જીબી+32જીબી અને 3જીબી+64જીબી)માં આવશે. તેનું સ્ક્રીન રિઝોલ્યૂશન 1366x768 પિક્સલ હશે અને તેમાં જિયો એપ્સ પ્રી-લોડેડ હશે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news