Bhilwara: રાજસ્થાનના ભીલવાડા શહેરના સુભાષ નગર પોલીસ મથકમાં રહેનાર એક યુવતી સાથે દુષ્કર્મના એક સનસનીખેજ મામલે ખુલાસો ત્યારે થયો જ્યારે સમાજમાં ફેલાયેલી એક કુપ્રથાના અંતગર્ત તેની વર્જીનિટી ટેસ્ટ કરવામાં આવ્યો. સાંસી સમાજની આ યુવતી સાથે તે પડોશમાં રહેનાર એક યુવકે દુષ્કર્મ આચર્યું. તેને ધમકાવી કે તે ઘટના વિશે કોઇને જાણ કરશે તો તેના ભાઇ બહેનને ચાકૂ વડે મારી નાખશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પીડિતાએ દબાણમાં આવીને કોઇને કંઇ કહ્યું નહી, પરંતુ ઘટનાના થોડા દિવસો બાદ તે યુવતીના લગ્ન થયા બદ સમાજમાં પ્રચલિત કુકડી પ્રથા હેઠળ યુવતિને દોષી ગણવામાં આવી. જ્યારે પીડિત પરિજનોને પૂછવામાં આવ્યું તેણે પોતાના સાથે થયેલી ઘટના વિશે જણાવ્યું. ત્યારબાદ પરિજનોએ આરોપી વિરૂદ્ધ કેસ દાખલ કરાવ્યો છે.  


વર્જિનિટી ટેસ્ટ
જોકે રાજસ્થાનમાં સાંસી સમાજના કુકડી પ્રથાનું ચલણ લાંબા સમયથી ચાલી રહ્યું છે. લગ્ન બાદ પતિ અને પત્ની વચ્ચે એક રિવાજ થાય છે, જેને કુકડી કહેવામાં આવે છે. આ એવી કુપ્રથા છે, જેમાં મહિલાઓને અગ્નિપરીક્ષામાંથી પસાર થવું પડે છે. મહિલના લગ્ન થવાની સાથે જ તેને પોતાની પવિત્રતા એટલે કે વર્જિનિટીનું પ્રમાણ આપવું પડે છે. સુહાગરાતના દિવસે પતિ પોતાની પત્ની પાસે એક સફેદ ચાદર લઇને આવે છે જ્યારે શારીરિક સંબંધ બનાવે છે તો તે ચાદર પર લોહીના નિશાનને બીજા દિવસે સમાજના લોકો બતાવવામાં આવે છે. 

Top 5 CNG Cars: ફક્ત 3.39 લાખ રૂપિયા છે શરૂઆતી કિંમત, 35km મળશે માઇલેજ; જુઓ યાદી


પરિવાર પર આર્થિક દંડ 
જો લોહીના નિશાન હોય તો તેની પત્ની યોગ્ય ગણવામાં આવે છે એટલે કે તેની પત્ની વર્જિન છે અને જો તે ચાદર પર લોહીના નિશાન નથી તો તેની પત્નીને પહેલાં કો સાથે સહસંબંધ રહ્યો છે. આમ કરવા માટે તે છોકરીને મજબૂર કરવામાં આવે છે. છોકરી વર્જિન હોય તો તે જાતીય પંચાયતના પંચ પટેલ તરફથી પરિજનો પર વધુ દબાણ નાખીને વધુ દહેજ માંગવામાં આવે છે. ઘણીવાર સમાજમાંથી બહિષ્કાર કરવામાં આવે છે અને સમાજમાં સામેલ કરવા માટે પરિવાર પર આર્થિક દંડ ફટકારવામાં આવે છે. 


માંગવામાં આવે છે 5 થી લાખ રૂપિયા
સાંસી સમાજને આ કુકડી પ્રથાના ચલણને ઘણીવાર ગરીબ પરિવારોને મોટા સામાજિક અને આર્થિક સંકટમાં પસાર થવું પડે છે. કોઇપણ છોકરી કુકડી પ્રથામાં દોષી જણાતાં પહેલાં તો જાતીય પંચાયત તે છોકરીના પરિવાર પર આર્થિક દંડ ફટકારે છે. તેમાં ઘણીવાર આ રકમ 5 થી 10 લાખ રૂપિયા સુધી પહોંચી જાય છે. જો દંડની રકમ પરિવાર આપતો નથી તો તેને સમાજમાં બહિષ્કૃત કરી દેવામાં આવે છે. 


એસપી આદર્શ સિદ્ધૂએ કુકડી પ્રથા (વર્જિનિટી ટેસ્ટ) મામલે પણ કહ્યું કે તેના પર પ્રતિબંધ લગાવવો જોઇએ. જિલ્લામાં કેટલીક ઘટનાઓ સામે આવી છે. એવામાં દોષીઓ વિરૂદ્ધ કાર્યવાહી કરવામાં આવશે. આ એક કુપ્રથા છે અને તેના પર પ્રતિબંધ લગાવવો જોઇએ. આ પ્રકારના કેસમાં પંચાયત સુનાવણી કરે છે, તે પણ ખોટું છે. 

Reporter- Dilshad Khan