Top 5 CNG Cars: ફક્ત 3.39 લાખ રૂપિયા છે શરૂઆતી કિંમત, 35km મળશે માઇલેજ; જુઓ યાદી

સીએનજી કાર, પેટ્રોલ અને ડીઝલથી કારો કરતાં વધુ માઇલેજ આપે છે અને સીએનજીના ભાવ પણ પેટ્રોલ અને ડીઝલ કરતાં ઓછા છે. તો ચાલો તમને દેશની ટોપ 5 સીએનજી કારો વિશે જણાવીએ, જે સૌથી વધુ માઇલેજ અને કિંમત પણ ઓછી છે. 

Top 5 CNG Cars: ફક્ત 3.39 લાખ રૂપિયા છે શરૂઆતી કિંમત, 35km મળશે માઇલેજ; જુઓ યાદી

Top CNG Cars In India: દેશમાં પેટ્રોલ અને ડીઝલના વધતા જતા ભાવથી લોકો પરેશાન છે. તે સીએનજી કાર પર શિફ્ટ થવાનો વિચાર કરી રહ્યા છે. જોકે સીએનજી કાર, પેટ્રોલ અને ડીઝલથી કારો કરતાં વધુ માઇલેજ આપે છે અને સીએનજીના ભાવ પણ પેટ્રોલ અને ડીઝલ કરતાં ઓછા છે. તો ચાલો તમને દેશની ટોપ 5 સીએનજી કારો વિશે જણાવીએ, જે સૌથી વધુ માઇલેજ અને કિંમત પણ ઓછી છે. 

મારૂતિ સુઝુકી સેલેરિયો સીએનજી
મારૂ સેલેરિયો સીએનજી 35.6 કિલોમીટરની માઇલેજ આપે છે. મારૂતિ દ્વારા કરવામાં આવ્યો છે. તેની કિંમત 6.69 લાખ રૂપિયા (એક્સ શો રૂમ દિલ્હી) છે. કારમાં 998 સીસીનું એન્જીન મળે છે, જે 57hp પાવર અને 82.1 Nm ટોર્ક જનરેટ કરવામાં સક્ષમ છે. 

મારૂતિ વેગનાર સીએનજી 
મારૂતિ વેગનઆર સીએનજી 32.52 કિમીની માઇલેજ આપે છે. કંપની તરફથી દાવો કરવામાં આવ્યો છે. તેમાં 1.0 પેટ્રોલ એન્જીન મળે છે, જે 58 hp પાવર અને 78 Nm પીક ટોક જનરેટ કરવામાં સક્ષમ છે. કારની કિંમત 6.42 લાખ રૂપિયા (એક્સ શોરૂમ, દિલ્હી) થી શરૂ છે. 

મારૂતિ અલ્ટો સીએનજી
મારૂતિ અલ્ટો સીએનજી 31.59 કિલોમીટરની માઇલેજ આપે છે. તેમાં 796 સીસીનું એન્જીન મળે છે, જે 35.3 kW પાવર અને 69 Nm નો પીક ટોર્ક જનરેટ કરી શકે છે. અલ્ટોની કિંમત 3.39 લાખથી શરૂ થાય છે. જોકે જે વેરિએન્ટમાં સીએનજી કિટ મળે છે, તેની કિંમત 5.03 લાખ રૂપિયા છે. 

મારૂતિ સુઝુકી એસ-પ્રેસો સીએનજી
મારૂતિ સુઝુકી એસ-પ્રેસો સીએનજી 31.2 કિમીની માઇલેજ આપે છે. તેની કિંમત 5.38 લાખ રૂપિયા (એક્સ શોરૂમ, દિલ્હી) થી શરૂ થાય છે. તેમાં 1.0 લીટર પેટ્રોલ એન્જીન મળે છે, જે 59 પીએસ પાવર અને 78 એનએમ ટોર્ક જનરેટ કરી શકે છે. 

હ્યુન્ડાઇ સેન્ટ્રો સીએનજી
હ્યુન્ડાઇ સેન્ટ્રો સીએનજી 30.48 કિમીની માઇલેજ આપે છે. તેની કિંમત 6.10 લાખ રૂપિયા (એક્સ શોરૂમ, દિલ્હી) થી શરૂ છે. તેમાં 1.1 લીટર પેટ્રો એન્જીન મળે છે, જે 60 પીએસ પાવર અને 85 એનએમ ટોર્ક જનરેટ કરી શકે છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube  

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news