હૈદરાબાદ: તેલંગણાની રાજધાની હૈદરાબાદ (Hyderabad) માં પશુ ચિકિત્સકની સાથે ગેંગરેપ અને હત્યાની ઘટનાના 10 દિવસ બાદ પોલીસે આજે રંગારેડ્ડી જિલ્લામાં શાદનગર પાસે અથડામણમાં ચારેય આરોપીઓને ઠાર કર્યાં. ઝી ન્યૂઝ સંવાદદાતા પ્રસાદ ભોસેકરે પીડિતાના પિતા સાથે વાતચીત કરી. પીડિતાના પિતાએ કહ્યું કે તેઓ હજુ પણ એ નક્કી કરી શકતા નથી કે તેમની બીજી પુત્રીને કામ પર મોકલે કે નહીં. દિશાના આરોપીઓ હવે જીવિત નથી. તેનાથી થોડી રાહત જરૂર મળી છે. પરંતુ દેશની અન્ય રેપ પીડિતાઓને હજુ પણ ન્યાય મળવાનો બાકી છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

હૈદરાબાદ: આરોપીઓના એન્કાઉન્ટર પર આ દિગ્ગજ હસ્તીઓએ ઉઠાવ્યાં સવાલ, જાણો શું કહ્યું?


પિતાએ આજની ઘટના અંગે કહ્યું કે, "મેં 7 વાગે ટીવી જોયુ તો તેના દ્વારા એન્કાઉન્ટરના સમાચાર મળ્યાં. પછી તો ઘણા લોકોએ ફોન કર્યાં. હવે બીજા લોકો પણ આવું કામ કરતા ડરશે. આખો દેશ તેના વખાણ કરી રહ્યો છે. હું પણ તેની પ્રશંસા કરી રહ્યો છું. સરકાર અને પોલીસનો આભાર માનું છું. અમને ન્યાય તો નથી મળ્યો કારણ કે પુત્રી તો પાછી આવશે નહીં પરંતુ થોડી રાહત જરૂર મળી છે. કાયદો બને છે પરંતુ તેને લાગુ કરતા નથી. નિર્ભયા કેસમાં 7 વર્ષ થઈ ગયાં. તરત ફાંસી થઈ હોત તો સારું થાત. આગળની જિંદગી ખુબ મુશ્કેલ છે. ખુબ યાદ આવે છે. હવે એક પુત્રી છે તેને ડ્યુટી પર મોકલું કે ન મોકલું તે માટે  ખુબ પરેશાન છું."


જુઓ LIVE TV


દેશના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube