બેંગ્લુરૂ : કર્ણાટકમાં કોંગ્રેસ અને જેડીએસ ગઠબંધન વચ્ચે ખેંચાતાણી વધતી જઇ રહી છે. સત્તાપક્ષમાં રહેલ કોંગ્રેસ - જદ(એસ) ગઠબંધનમાં મતભેદો અને સિદ્ધારમૈયાને ફરીથી મુખ્યમંત્રી બનાવવાની વધી રહેલી માંગ વચ્ચે જેડીએસના વરિષ્ઠ નેતા બસવરાજ હોરાત્તીએ વિધાનસભા ભંગ કરવામાં આવનારને શનિવારે ભલામણ કરી. જો કે હવે તેમનાં નિવેદનથી સરકારને નીચુ જોવા જેવું થયું તો મુખ્યમંત્રી એચ.ડી કુમારસ્વામીએ આ મુદ્દે સ્પષ્ટતા આપતા ગઠબંધનનાં પરિણામોને જાહેર રીતે વિરોધાભાસી અને વિવાદાસ્પદ નિવેદન આપવાથી બચવાની ભલામણ કરી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ભાજપ કાર્યકર્તાઓ અફવા ફેલાવે તો તેને જુત્તાઓ મારો: રાજભરનું વિવાદિત નિવેદન

મુખ્યમંત્રીએ કહ્યું કે, કેન્દ્રમાં બિન ભાજપીય સરકાર બનાવવાનાં પ્રયાસ કરવામાં આવી રહ્યા છે. એવામાં ગઠબંધન નેતાઓનાં આ પ્રકારનાં નિવેદનનાં આ પ્રયાસ ધુંધળા થઇ શકે છે. તેમણે કહ્યું કે, અમે કેન્દ્રમાં નવી સરકારની રચના કરવાની નજીક છે. કુમાર સ્વામીએ ટ્વીટ કર્યું કે, એવા સમયમાં જ્યારે કેન્દ્રમાં બિન-ભાજપ સરકાર બનાવવાનાં તમામ પ્રયાસો કરવામાં આવી રહ્યા છે, તો ગઠબંધન સહયોગીઓ કોંગ્રેસ - જદ(એસ)ના નેતાઓનાંવિરોધાભાસી નિવેદનથી આ પ્રકારનાં પ્રયાસોને ઝટકો લાગી શકે છે. 


ઇન્ડિયન ઓઇલ સાથે ભાગીદારી કરી બનો કરોડપતિ, કંપની કરી રહી છે 2 લાખ કરોડનું રોકાણ
PM મોદીના કેદારનાથમાં પહેરેલા ખાસ પહેરવેશ પાછળ છે મોટુ કારણ, જાણો !
તેમણે કહ્યું કે, એટલા માટે મારે બંન્ને પાર્ટીનાં નેતાઓને વિનમ્ર અપીલ છે કે જાહેર રીતે વિરોધાભાસી-વિવાદિત નિવેદન આપવાથી બચે. હોરાત્તીએ એક મીડિયા સંગઠનમાં આ ટિપ્પણી કરી અને ત્યાર બાદ પત્રકારોને સંબોધિત કરતા પોતાનાં નિવેદન પર ટકેલા રહે અને તેમણે કહ્યું કે તેઓ સામાન્ય જનતાની ભાવનાઓ વ્યક્ત કરી રહ્યા હતા. 


પરિણામો પહેલા રાજનીતિમાં અચાનક ઉછાળો: ચંદ્રાબાબુ નાયડુ વિપક્ષ યાત્રાએ

તેમને પુછ્યું, આ કહેવાની શું જરૂર છે કે સિદ્ધરમૈયાને હવે મુખ્યમંત્રી બનવું જોઇએ ? હોરાત્તીએ કહ્યું કે, લોકોમા શંકા પેદા કરવામાં આવી રહી છે અને ભાજપ ગઠબંધન નેતાઓની વચ્ચે મતભેદોનો ફાયદો ઉઠાવવાનો પ્રયાસ કરશે. તેમણે કહ્યું કે, આ પ્રકારની વાતો ન થવી જોઇએ. બંન્ને પાર્ટીઓએ સરકારની રચના કરી હતી અને એક વર્ષ પુર્ણ થઇ ચુક્યું છે. હવે તે કહેવું કે,સિદ્ધરમૈયાને મુખ્યમંત્રી બનાવવામાં આવવું જોઇએ, યોગ્ય નથી. તેમણે કહ્યું કે, એવું વાતાવરણ ન હોવું જોઇએ. એક સ્પષ્ટ નિર્ણય પર આવો. સરકાર ચલાવો અથવા તેને છોડી દો, તેને ભંગ કરો અને જાવ. તેમણે કહ્યું કે, હું નિરાશ છું એટલા માટે હું આ કહી રહ્યો છું.