PM મોદીના કેદારનાથમાં પહેરેલા ખાસ પહેરવેશ પાછળ છે મોટુ કારણ, જાણો !
કેદારનાથ પહોંચેલા વડાપ્રદાન મોદીના ખાસ ડ્રેસ લોકોની વચ્ચે ચર્ચાનો વિષય છે, વડાપ્રધાને હિમાચલ અને બંગાળના લોકોને સાધવાનો પ્રયાસ કર્યો છે
Trending Photos
નવી દિલ્હી : લોકસભા ચૂંટણી 2019ના ચૂંટણી પ્રચાર શાંત થઇ ચુક્યો છે. રવિવારે 19 મેના અંતિમ તબક્કાનું મતદાન થશે. આ અગાઉ 18 મેનાં રોજ વડાપ્રધાન મોદી ભગવાન શંકરનુ ધ્યાન ધરવા માટે પહોંચ્યા હતા. કેદારનાથ પહોંચેલા વડાપ્રધાન મોદીનો ખાસ ડ્રેસ લોકોની વચ્ચે ખાસ ચર્ચાનો વિષય બની ગઇ. ચુંટણી પ્રચાર શાંત થઇ ચુક્યો છે, જો કે માનવામાં આવી રહ્યું છે કે, કેદારનાથમાં વડાપ્રધાન મોદીએ પોતાનાં આ ખાસ ડ્રેસના માધ્યમથી પશ્ચિમ બંગાળ અને હિમાચલને સંદેશ આપ્યો છે. રવિવારે અંતિમ તબક્કાના મતદાનમાં હિમાચલની 4 અને બંગાળની 9 સીટો પર મતદાન કરવામાં આવશે.
જો વડાપ્રધાન મોદીની પારંપારિક ડ્રેસને ધ્યાનમાં રાખવામાં આવે તો તેમણે ચુપકીદીથી પશ્ચિમ બંગાળ અને હિમાચલ પ્રદેશના મતદાતાઓને સાધ્યા છે. આ પહેરવેશ બંન્ને રાજ્યોની ઓળખ સાથે જોડાયેલો હતો. પોતાની કમરમાં તેમણે કેસરિયા રંગનો પટ્ટે બાંધેલો હતો. તેમના માથા પર હિમાચલી ટોપી આ પરિધાનને પરિપુર્ણ કરી રહી હતી.
આ કેદી નંબર 3351, જેલની કોટડીમાં રહીને BJP માટે ઊભી કરે છે 'પારાવાર' મુશ્કેલીઓ
આ જોબા (Jobba) ને ફેશનમાં લાવવાનો શ્રેય નોબેલ વિજેતા ગુરૂદેવ રવિંદ્રનાથ ટાગોરને જાય છે. આ જોબાની ઓળખ ગુરૂદેવની સાથે જોડાયેલી છે. ગુરૂદેવ રવિંદ્રનાથ ટાગોર બંગાળની સંસ્કૃતીની ટોપની વ્યક્તિઓમાંથી એક છે. વડાપ્રધાન મોદીની કમરમાં કેસરિયા રંગનો પટ્ટો રાખ્યો. તે એવો જ હતો, જેવું ઘણીવાર આપણે સ્વામી વિવેકાનંદના ચિત્રોમાં તેમને બાંદેલી જોઇ શકીએ છીએ. બંગાળની ધરતીના સંત સ્વામી વિવેકાનંદે વિશ્વને હિંદુ દર્શનનાં એક અનોખા અને નવા સ્વરૂપથી પરિચિત કરાવ્યું.
વડાપ્રધાન મોદીની હિમાચલી ટોપી તેમના આ પોશાકને પુર્ણ કરી રહી હતી. વડાપ્રધાને આ પોશાક અંગે ટ્વીટર પર વિવાદ થઇ ગયો. કેટલાક લોકોનાં વખાણ કરી રહ્યા હતા, તો કેટલાક લોકો તેના પર સવાલ ઉઠાવી રહ્યા, જો કે તેમને ઓળખતા લોકો માને છે કે તેઓ તેમનાં દરેક પગલા વિચાર્યું હોય છે. તેમનું દરેક પગલું સંકેત આપે છે. ચૂંટણી પ્રચારના અંતિમ દિવસે વડાપ્રધાન મોદીએ પ્રેસ કોન્ફરન્સમાં પોતે સ્વિકાર કર્યો હતે કે અમારા પ્રચારની દરેક રેલી ખુબ જ સમજી વિચારીને પ્લાન કરવામાં આવી હતી.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે