આજે દિવાળી છે. ઘરમાં સુખ શાંતિ અને લક્ષ્મીજીનો વાસ થાય તે માટે આજના દિવસે ભગવાન ગણેશ અને માતા લક્ષ્મીની પૂજા થાય છે. ધાર્મિક શાસ્ત્રો મુજબ દેવી લક્ષ્મીની પૂજાનું ફળ ત્યારે જ મળે છે જ્યારે પૂજા પાઠ નિયમ મુજબ કરવામાં આવે. માતા લક્ષ્મીની પૂજામાં કેટલીક વસ્તુઓ એવી છે જેનો ઉપયોગ વર્જિત છે. આ વસ્તુઓનો ઉપયોગ કરવામાં આવે તો ધનની દેવી લક્ષ્મી નારાજ થાય છે. આથી દેવી લક્ષ્મીની પૂજા કરવામાં આ વાતોનો ખાસ ખ્યાલ રાખવો. આ વસ્તુઓનો ઉપયોગ બિલકુલ ન કરવો. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

1. તુલસીના પાન ન ચઢાવવા
ભગવાન વિષ્ણુને તુલસી ખુબ જ પ્રિય હોય છે. પરંતુ દેવી લક્ષ્મીને તુલસી સાથે વેર છે. કારણ કે તેઓ ભગવાન વિષ્ણુના બીજા સ્વરૂપ શાલિગ્રામના પત્ની છે. આ રીતે જોઈએ તો તુલસી દેવી લક્ષ્મીના સૌતન છે. આથી દેવી લક્ષ્મીની પૂજામાં તુલસી ચઢાવવા નહીં. 


2. દિવડાને ડાબી બાજુ ન રાખવો
દેવી લક્ષ્મીની પૂજા માટે દિવડાની વાટનો રંગ લાલ હોવો જોઈએ અને દિવો જમણી બાજુ રાખવો જોઈએ। દિવો ડાબી બાજુ રાખવો જોઈએ નહીં. તેનું કારણ એ છે કે ભગવાન વિષ્ણુ અગ્નિ અને પ્રકાશનું સ્વરૂપ છે. ભગવાન વિષ્ણુનું સ્વરૂપ હોવાના કારણે દિવાને જમણી બાજુ  રાખવો જોઈએ. 


3. સફેદ ફૂલ ન ચઢાવવા જોઈએ
સફેદ ફૂલ દેવી લક્ષ્મીને ચઢાવવા નહીં. દેવી લક્ષ્મી ચીર સૌભાગ્યવતી છે. આથી તેમને હંમેશા લાલ ફૂલ જેમ કે લાલ ગુલાબ કે લાલ કમળ ફૂલ ચઢાવવામાં આવે છે. 


4. ભગવાન વિષ્ણુની પૂજા કરવાનું ન ભૂલતા
દેવી લક્ષ્મીની પૂજા ત્યાં સુધી સફળ ગણાતી નથી જ્યાં સુધી ભગવાન વિષ્ણુની પૂજા ન થાય. આથી દિવાળીની સાંજે ગણેશજીની પૂજા બાદ દેવી લક્ષ્મી અને ભગવાન વિષ્ણુની પણ પૂજા કરવી જોઈએ. 


5. પ્રસાદ દક્ષિણ દિશામાં રાખો
દેવી લક્ષ્મીની પૂજા કરતી વખતે પ્રસદ દક્ષિણ દિશામાં રાખો અને ફૂલ બેલપત્ર હંમેશા સામે રાખો.